દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવા પર શંકરાચાર્યએ કર્યો સવાલ, CMએ કહી દીધી મોટી વાત

PC: businesstoday.in

કેદારનાથ મંદિરને લઈને મચેલા ધમાસાણ વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે પવિત્ર ધામ (ઉત્તરાખંડમાં)ની બધાને જાણકારી છે તો પછી લોકો તેને બદલવા કેમ માગે છે. તેઓ દિલ્હીમાં કેદારનાથ કેમ સ્થાપિત કરવા માગે છે, તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ મંદિરની જગ્યાને લઈને મોટી વાત કહી છે. ચાલો તેની બાબતે જાણીએ.

દેશની રાજધાની દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવાના સવાલ પર જ્યોતિષ મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પૂરી રીતે રોષે ભરાયા છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પત્રકારોને આ બાબતે સ્પષ્ટ બતાવી દીધું કે પ્રતિકાત્મક કેદારનાથ મંદિર (નવી દિલ્હીમાં) નહીં બની શકે. શંકરાચાર્ય મુજબ, આપણે ત્યાં શિવ પુરાણમાં 12 જ્યોતિર્લિંગ બતાવવામાં આવ્યા છે. જ્યાં તેમના નામ બતાવવામાં આવ્યા છે. તો તેમના એડ્રેસ પણ બતાવવામાં આવ્યા છે.

સ્વામી અવિમુક્તેશ્વરણંદ બોલ્યા કે કેદરં હિમાવત પૃષ્ઠે. એટલે કે કેદારનાથ હિમાલયમાં છે. જ્યારે સ્પષ્ટ એડ્રેસ છે તો તમે લોકેશન કેમ બદલવા માગો છો? સવાલ ઉઠાવતા શંકરાચાર્યએ કહ્યું કે, તમે જનતાને ભ્રમમાં કેમ નાખવા માગો છો? કેદારનાથ દિલ્હીમાં બનશે. તે અનધિકાર ચેષ્ઠા છે. આ દરમિયાન 15 જુલાઈએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, જ્યોતિર્લિંગ એક છે, સ્થાન એક છે. તે બીજી જગ્યાએ નહીં હોય શકે. પ્રતિકાત્મક મંદિર બનતા રહ્યા છે, પરંતુ મૂળ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં છે. કેદાર ધામ માત્ર એક જ છે, જે ઉત્તરાખંડ દેવભૂમિમાં છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગયા બુધવારે દિલ્હી સ્થિત બુરાંડીના હિરંકીમાં આયોજિત એક કાર્યક્રમમાં હિસ્સો લીધો. તેમણે દિલ્હીમાં બની રહેલા કેદારનાથ મંદિરનું ભૂમિ પૂજન કરીને મંદિરનો શિલાન્યાસ કર્યો. હવે તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. મંદિરના ભૂમિ પૂજન દરમિયાન કેન્દ્રીય રોડ અને પરિવહન રાજ્ય મંત્રી અજય ટમ્ટા, મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિજી મહારાજ, સ્વામી રાજેન્દ્રાનંદ, ગોપાલ મણિ મહારાજ, અલ્મોડા સલ્ટથી ધારાસભ્ય મહેશ જીના, રાનીખેતના ધારસભ્ય ડૉ. પ્રમોદ નૈનવાલ, ધારાસભ્ય સંદીપ ઝા, કેદારનાથ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ સુરેન્દ્ર રૌતેલા પણ ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp