પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કર્યા PM મોદીના વખાણ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે મોદી વિરોધી નથી. મેં ઘણી વખત કહ્યું છે કે તેમના વડાપ્રધાન બનવાથી હિન્દુઓનુ સ્વમાન જાગી ગયું છે. અમે કોઈની નિંદા કરી રહ્યા નથી. અમે તેમના વખાણ કરીએ છીએ. 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેનાથી બરાબર પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે અગાઉ ઘણી વખત શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જો કે રવિવારે તેમણે તેનાથી વિરૂદ્ધ નિવેદન આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા.
તેમણે પોતાના નિવેદનમાં રવિવારે કહ્યું કે સત્ય એ છે કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી હિન્દુઓનું સ્વમાન જાગી ગયું છે. એ નાની વાત નથી. અમે ઘણી વખત સાર્વજનિક રૂપે કહ્યું છે. અમે મોદી વિરૂદ્ધ નહીં, મોદીના ફેન્સ છીએ. અમે તેમના વખાણ કરીએ છીએ કેમ કે સ્વતંત્ર ભારતમાં એવા કયા વડાપ્રધાન છે જે એટલા બહાદુર છે. જે હિન્દુઓ માટે દૃઢતાથી ઉભા છે. અમે કોઈની નિંદા કરતા નથી પરંતુ તેઓ પહેલા એવા વડાપ્રધાન છે જે હિન્દુ ભાવનાઓનું સમર્થન કરે છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ થોડા દિવસ અગાઉ જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અર્ધનિર્મિત મંદિરમાં ભગવાનને સ્થાપિત કરવા ન્યાયોચિત અને સમ્મત નથી. અમે વડાપ્રધાન મોદીના વિરોધી નહીં, હિતેચ્છપં છીએ. એટલે સલાહ આપી રહ્યા છીએ કે શાસ્ત્રો મુજબ કાર્ય કરે. અગાઉ તત્કાલીન પરિસ્થિતિઓમાં મુહૂર્ત જોયા વિના રામની મૂર્તિને વર્ષ 1992મા સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિઓ અનુકૂળ છે. એવામાં ઉચિત મુહૂર્ત અને સમયની રાહ જોવી જોઇએ.
તેની સાથે જ તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત બધા પદાધિકારીઓના રાજીનામાની માગ પણ કરી હતી. તેઓ ચંપત રાયના એ નિવેદનથી નારાજ છે કે રામ મંદિર રામાનંદ સપ્રદાય સાથે જોડાયેલા લોકોનું છે. શૈવ અને શાક્તનું નહીં. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે કે શંકરાચાર્ય અને રામાનંદ સંપ્રદાયના ધર્મશાસ્ત્ર અલગ હોતા નથી. જો રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે તો સોંપી દેવું જોઈએ. ચારેય પીઠના શંકરાચાર્યના કોઈ રાગ દ્વેષ નથી. પરંતુ શાસ્ત્રો મુજબ, વિધિનું પાલન કર્યા વિના મૂર્તિ સ્થાપિત કરવી સનાતની જનતા માટે ઉચિત નથી. શંકરાચાર્યએ કહ્યું કે, નિર્મોહી અખાડાને પૂજા અધિકાર આપવા સાથે જ રામાનંદ સંપ્રદાયને મંદિર વ્યવસ્થાની જવાબદારી સોંપવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp