મહારાષ્ટ્રમાં શું થવાનું છે? શરદ પવારે CM શિંદે, ઉપમુખ્યમંત્રીને લંચ પર બોલાવ્યા

PC: theprint.in

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા 2 વર્ષથી રોજ કંઈક ને કંઈક ઘટી રહ્યું છે. પહેલા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પડી ગઈ. આ દરમિયાન શિવસેના 2 ભાગમાં વહેચાઈ ગઈ. એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની મદદથી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી. તેના લગભગ એક વર્ષ બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં આંતરિક કલેશ થયો અને અજીત પવારે પાર્ટી તોડતા શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા. ત્યારબાદ NCP પણ બે ભાગમાં વહેંચાઇ ગઇ. હવે એક રાજનીતિક પાસું શરદ પવાર ચાલી રહ્યા છે.

તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને 2 માર્ચના રોજ પોતાના આવાસ પર લંચ માટે આમંત્રિત કર્યા છે. તેમણે ત્રણેય નેતાઓને એક ચિઠ્ઠી લખતા કહ્યું કે, 'રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલી વખત બારામતી આવી રહ્યા છે અને હું બારામતીમાં નમો મહારોજગાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની યાત્રાથી ખૂબ ખુશ છું. એટલે હું પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપવા માગીશ. મને આશા છે કે તમે નિમંત્રણ સહૃદયતાપૂર્વક સ્વીકારશો.'

NCPમાં પાર્ટીમાં ફૂટ બાદ શરદ પવારે પહેલી વખત મુખ્યમંત્રી શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રીઓને સાર્વજનિક રૂપે આમંત્રિત કર્યા છે. શિંદે, ફડણવીસ અને અજીત પવારને મોકલવામાં આવેલા નિમંત્રણમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેઓ અને બારામતીથી સાંસદ સુપ્રિયા સુલે સાંસદોના સંબંધે આ સરકારી કાર્યક્રમમાં હિસ્સો બનવા માગશે. શરદ પવારે આ ચિઠ્ઠી એવા સમયે મોકલી છે, જ્યારે અજીત પવારે બારામતી સીટથી પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે અજીત પવાર અહીથી પોતાના પત્ની સુનેત્રા પવારને ઉમેદવાર બનાવી શકે છે.

આ સમયે અહીથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સાંસદ છે. જો કે, અજીત પવારે અત્યારે તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ક્ષેત્રની ચૂંટણી ગતિવિધિઓ એ વાતના સ્પષ્ટ સંકેત આપી રહી છે. આ અગાઉ શનિવારે બારામતીથી સાંસદ સુપ્રિયા સુલે પોતાના ભાઈ અજીત પવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન પશ્ચિમી મહારાષ્ટ્રમાં પાણીની અછતને લઈને અજીત પવારની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. સર્કિટ હાઉસમાં નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરનાર પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્ય રોહિત પવાર અને રાજેશ ટોપે સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp