શરદ પવારે ગૌતમ અદાણીના ફરી કર્યા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું

PC: ndtv.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે પૂણે જિલ્લાના બારામતીમાં એક ના પ્રાદ્યોગિકી કેન્દ્રના નિર્માણ માટે નાણાકીય મદદ આપવા માટે બિઝનેસમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો અને તેમના વખાણ કર્યા. શરદ પવાર બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાનના એન્જિનિયરિંગ વિભાગમાં રોબોટિક લેબના ઉદ્વઘાટન દરમિયાન સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફિનોલેક્સ જે. પાવર સિસ્ટમ્સ લિમિટેડના ચેરમેન દીપક છાબરિયા પણ ઉપસ્થિત હતા.

કાર્યક્રમ દરમિયાન સભાને સંબોધિત કરતા શરદ પવારે કહ્યું કે, વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાએ એક નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ટેક્નોલોજીના કારણે એન્જિનિયરિંગ ક્ષેત્ર તેજીથી બદલાઈ રહ્યું છે. એક એવું ગ્રુપ બનાવવું ખૂબ જરૂરી છે જે આગળ વધવા માટે આ બદલાવોને સ્વીકાર કરવા તૈયાર હોય. આપણે ભારતમાં કુત્રિમ બુદ્ધિમતાઓ માટે પહેલું કેન્દ્ર બનાવી રહ્યા છીએ અને નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પરિયોજના પર 25 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો છે. 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર્યા બાદ આપણે આ કામમાં કૂદી પડ્યા છે.

તેમણે કહ્યું કે, સૌભાગ્યથી મારા બે અનુરોધ બાદ અમારા સહયોગીઓએ તેમાં મદદ કરવા માટે પોતાનું સમર્થન આપ્યું. ફર્સ્ટ સિફોકેટ જે દેશમાં નિર્માણ ક્ષેત્રની સૌથી મહત્ત્વપૂર્ણ કંપની છે. તેણે આ પરિયોજનામાં 10 કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અવસર પર ગૌતમ અદાણીનું નામ લેવું પડશે. તેમણે 25 કરોડ રૂપિયાનો ચેક સંસ્થાને મોકલ્યો છે. આ બંનેની મદદથી આજે આપણે આ જગ્યા પર આ બંને પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને કામ પણ શરૂ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, અદાણી-હિંડનબર્ગ મામલો સામે આવ્યા બાદ વિપક્ષે તેની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની માગ કરી હતી. એ સમયે પણ શરદ પવારે અદાણીનું સમર્થન કર્યું હતું. તેમણે NCPની સહયોગી કોંગ્રેસથી અલગ વિચાર રાખતા કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ તરફથી સમિતિ બનાવવાનું સમર્થન કરે છે કેમ કે JPCમાં સંખ્યાબળના હિસાબે સત્તાધારી ભાજપનો દબદબો હશે, જેના કારણે તપાસ પર શંકા જશે.

જો કે, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોની તપાસ માટે JPC બનાવવાની ભાજપ વિરોધી પાર્ટીઓની માગનું સમર્થન કરતી નથી, છતા વિપક્ષી એકતા માટે તેમના વિચાર વિરુદ્ધ નહીં જાય. આ મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ NCP પ્રમુખ શરદ પવાર પર બિઝનેસ ગૌતમ અદાણી સાથે તેમની મુલાકાતને લઈને પ્રહાર કર્યો હતો. તેમણે પવારની મુલાકાત બાબતે એક રિપોર્ટ શેર કરતા ટ્વીટર પર લખ્યું હતું કે, હું તેમની વિરુદ્ધ બોલવાથી ડરું છું. હું માત્ર આશા રાખી શકું છું કે તેઓ પોતાના જૂના સંબંધોને દેશથી ઉપર રાખવાની સમજ રાખે છે. મોઈત્રાએ એમ પણ કહ્યું કે, તેમની આ ટ્વીટ વિપક્ષી એકતા વિરુદ્ધ નથી, પરંતુ જનહિતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp