અંતિમ સંસ્કાર અગાઉ ભર્યો સેંથો અને પછી.. વૃદ્ધે પોતાની પત્ની સાથે તોડ્યો દમ

PC: aajtak.in

ઝારખંડના રામગઢમાં એક વૃદ્ધ દંપતીના મોતથી દરેક હેરાન છે. સ્થાનિક લોકો તેમના અતૂટ પ્રેમની ચર્ચા કરી રહ્યા છે. બુધવારે રાત્રે 10:00 વાગ્યે રાધવા દેવી (ઉંમર 96 વર્ષ)નું મોત થઈ ગયું. ગુરુવારે ગામમાં તેના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. 107 વર્ષીય મૃતિકના પતિ જોધા મહતોએ પોતાની પત્નીના સેંથામાં સિંદુર ભર્યું, અને પછી તેને જોરથી હિંચકી આવી અને તેણે પણ દમ તોડી દીધો. વૃદ્ધ પતિ-પત્નીના આ પ્રેમ કહાનીને જોઈને દરેક હેરાન છે. પરિવારજનોએ જણાવ્યું કે, વૃદ્ધ દંપતીએ પોતાના લગ્નના લગભગ 78 વર્ષ એક સાથે હસી ખુશી સાથે વિતાવ્યા હતા. તેમની વચ્ચે એક-બીજા માટે ખૂબ પ્રેમ હતો. બંનેનો સ્વભાવ પણ ખૂબ સારો હતો, તેમના બે પુત્ર અને ચાર પુત્રીઓ છે અને ઘણા પૌત્ર-પૌત્રીઓ છે.

પરિવારજનો અને ગ્રામજનોએ મળીને બેન્ડ-વાજા અને આતિશબાજી સાથે વૃદ્ધ પતિ-પત્નીની શબ યાત્રા કાઢી. જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ શબ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને સ્મશાન ઘાટમાં એક જ ચિતા પર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાધવા દેવી અને જોધા મહતોના નાના પુત્ર સુરેશ કુશવાહાએ જાણવું કે, માતા-પિતા વચ્ચે ખૂબ પ્રેમ હતો. તેમને એ વાતની ખુશી છે કે બંને છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યા. બંનેને ઢોલ નગરાઓ સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી.

હાલમાં જ છત્તીસગઢમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. કોરબા જિલ્લાના કોયલાંચલ ક્ષેત્રમાં લાંબી બીમારી બાદ એક વૃદ્ધ મહિલાના પતિનું મોત થઈ ગયું હતું. મહિલા એ આઘાત સહન ન કરી શકી. તેણે પણ અર્થી ઉઠવા અગાઉ દમ તોડી દીધો. દંપતિની ન માત્ર ગમગીન માહોલમાં એક સાથે શબ યાત્રા નીકળી, પરંતુ એક જ ચિતા પર અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. પ્રગતિનગર કોલોનીમાં બિહારના સિવાન જિલ્લામાં સંતોષ કુમાર સિંહ રહે છે. તે દીપિકા પરિયોજનામાં એક સીનિયર મેનેજર તરીકે કાર્યરત છે. તેના પિતા વશિષ્ઠ નારાયણ સિંહા (ઉમર 95 વર્ષ) બીમારીથી ચાલી રહ્યા હતા.

તેમનું બુધવારે બપોરે 03:00 વાગ્યે બીમારીના કારણે મોત થઈ ગયું. તેના શબને ગેવરા સ્થિત વિભાગીય હૉસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું. ઘરમાં ગૃહ શહેરથી આવનારા પરિવારજનોની રાહ જોવામાં આવી રહી હતી. બીજી તરફ પતિના મોતથી ગમમાં ડૂબેલી 84 વર્ષીય પત્ની રમાવતી સિંહાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. તે વારંવાર બેહોશ થઈ રહી હતી. તેને સંભાળવું પરિવારજનો માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. ગુરુવારે સવારે પરિવારજનો પહોંચવા પર સંતોષ સિંહના શબને ઘર લઈ જવામાં આવ્યું. તેના અંતિમ સંસ્કારની તૈયારી થઇ રહી હતી એ દરમિયાન પત્નીએ પણ પતિની અર્થી પાસે દેહ ત્યજી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp