તે મારા ઘરની પુરુષ હતી, મારી દીકરી નહીં, બધી આશાઓ મરી ગઈ... : અંજલિની માતા

PC: aajtak.in

માથા પર વાદળી રંગની શાલ પહેરેલી આ તે માતા છે જેની પુત્રી છેલ્લા 3 દિવસથી સમાચારમાં છે. દર થોડા કલાકોમાં એક નવો ઘટસ્ફોટ થાય છે. ક્રૂરતા, ક્રૂરતાથી લઈને ન્યાય જેવા શબ્દો હેપ્પી ન્યુ યરની જેમ હવામાં તરતા હોય છે. આ બધાની વચ્ચે માત્ર 20 વર્ષની દીકરીને ગુમાવનાર 38 વર્ષની માતા ગુમ થઈ ગઈ છે. રજાઇ અને ધાબળામાં લપેટાયેલી આ મહિલા હાલમાં માત્ર એક ટેપ રેકોર્ડર છે, જેમાંથી પ્રશ્નોના સનસનાટીભર્યા જવાબો માંગવામાં આવી રહ્યા છે.

લગભગ 70 કલાકનો થાક તેની આંખો કરતાં તેના અવાજમાં વધુ સંભળાય છે. માઈક લગાવતા પહેલા જ, તે ગણગણાટ કરવા લાગે છે, કિડની, બાળક, ન્યાય. હું ધાબળામાં છુપાયેલા તેના હાથને શોધું છું. ધીમે ધીમે તે નરમ પડતી જાય છે.

તે 6 ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતી. અમે તેમને ભટ્ટો કહીને બોલાવતા. તેના પિતાની જેમ જ તેની આંખો મોટી હતી. જો તે હસે છે, તો તે હસતી જાય છે. જો તે રમે છે, તો તે આખો દિવસ રમતી જ જાય છે. જ્યારે તે કામ કરવાનું શરૂ કરે, ત્યારે તે કામ જ કરતી જાય. એક માણસની જેમ આખા ઘરને સાંભળી લીધું. મારી પુત્રી જુસ્સાદાર હતી.

આટલું કહેતાં માતાનો અવાજ ભરાઈ આવે છે. ગરમ આંસુ આંખોના કોર સુધી પહોંચીને અટકી જાય છે, તેવામાં કોઈ આવીને તેને 'કહેવાની મર્યાદા પર સૂચના આપવાનું' શરૂ કર્યું. હું ખાતરી આપું છું, અમે પોલીસવાળા એંગલ વિશે કોઈ વાત નહીં કરીએ. ફક્ત તમે અને તમારી પુત્રી! અટકાવનાર કહે છે, 'જલ્દી કરો, તેની તબિયત બગડી રહી છે.' જ્યાં સુધી માતા ફરી બોલે નહીં ત્યાં સુધી હું ઉતાવળ કર્યા વિના બેસી જ રાહુ છું.

તેને ચટપટું ખાવાનો ખૂબ શોખ હતો. દર અઠવાડિયે તે કહેતી, મમ્મી, ચિકન રાંધો! ક્યારેક તે પોતે જાતે રસોડામાં ઘૂસી જતી હતી. મારા કરતાં તેના હાથમાં વધુ સ્વાદ હતો. જો તે ખાવાની શોખીન હતી, તો તે તેના શોખને કેવી રીતે પૂર્ણ કરવો તે પણ જાણતી હતી. બનીઠનીને ફરવાનો ખુબ શોખ હતો, તો  બીજા પાસેથી કશું માંગ્યું નહીં. જાતે કમાતી, તે તેના માટે પણ લાવતી તેમજ અન્ય ભાઈ-બહેનો માટે પણ લાવતી હતી. આ નવા વર્ષ પર, તે મારા માટે બે ગરમ સૂટ અને ભાઈઓ માટે નવા કપડાં લાવી હતી. બધું જ એમને એમ પડ્યું રહ્યું.

'તે ભેટો ક્યાં છે?' 'એ ઘરમાં. અકસ્માત બાદ અમે ભાઈના ઘરે છીએ. દિલ્હીની હાડ-ધ્રુજાવતી ઠંડીની અસર હોય કે ઉદાસીની, પણ માતાના અવાજમાં દુ:ખ જાણે થીજી ગયું હોય તેવું લાગે છે. તે ધીમે-ધીમે બોલી રહી છે. માંડ 5 મિનિટની વાતમાં 10 વખત કોઈને કોઈ વ્યક્તિ આવી ગઈ. તેની તબિયતને કારણે મને ફરીથી ઉતાવળ કરવાનું કહેવામાં આવ્યું છે. નાના રૂમમાં ભીડ જામી રહી છે.

લાંબા સમય સુધી મૌન રહ્યા પછી, એક અવાજ આવે છે, યાદ નથી. જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે તેઓ ક્યાં આલિંગન કરે છે? તેઓ પોતાની ધૂનમાં જ રહેતા હોય છે.

માતાની આંખો ખોવાઈ ગઈ છે, જાણે તે તેની પુત્રીને છેલ્લી વાર ક્યારે ગળે લગાવી હતી. ત્યારે કદાચ અંજલિ 7 વર્ષની હતી કે 11 વર્ષની! તેણે કોઈ તોફાન કર્યું હશે, જેના પછી હસતી માતાએ તેને ગળે લગાવી લીધી હશે. કે ગુસ્સો કાર્ય પછી તેને ગળે લગાવી હોય! જે કંઈ બન્યું હશે, તેની પાસે એ વર્ષો જૂની સ્મૃતિનું કોઈ ચિત્ર નથી. હું તેમને ધાબળો ઓઢાડીને, હું એક વધુ પ્રશ્ન પૂછું છું, ઘરનું ગુજરાન કેવીરીતે ચાલે છે? પૈસા વગેરે!

તે કમાતી અને ખવડાવતી. માણસ બની ગઈ હતી. શાક-ભાજી હોય કે મારી દવા, તે બધું લાવતી. જ્યારે પોતાના માટે લગ્નની વાત આવી ત્યારે તેણે તેની નાની બહેનના લગ્ન કરાવી દીધા. કાર્યક્રમોમાં  ફૂલોનો છંટકાવ કરવા અને અભિવાદન કરવાનું કામ તે કરતી હતી. તેમાંથી થોડી ઘણી આવક થતી હતી. ઘર તો સાસરિયાં તરફથી ભાગલા પર મળ્યું હતું.

બધું જ ખતમ થઈ ગયું છે, નાની ઉંમરે પતિ, યુવાન પુત્રી સહિત આશાઓ ગુમાવનાર આ માતાનો અવાજ ઘોંઘાટમાં ખોવાઈ રહ્યો છે. અંદર અને બહાર ભીડ જ ભીડ. હું બહાર નીકળી આવું છું, જ્યારે હું પલટીને જોઉં છું, ત્યારે ઘરનો તે ઓરડો બંધ દેખાય છે. ઉપર એક જૂનો ફૂલોનો પડદો પડેલો હતો. કદાચ માતાની તબિયત બગડી હશે.

આમ જોઈએ તો, મંગોલપુરીમાં રહેતા તેના ભાઈના ઘરેથી પોલીસને ગાયબ કરી દઈએ તો, એવું લાગે કે જાણે લગ્નવાળા ઘરમાં હોઈએ. મોટે-મોટેથી વાતો કરતાં લોકો, માથા સાથે માથું જોડીને બેસેલા લોકો, પ્લાસ્ટિકના ગ્લાસમાં ગરમ પાણીનું વિતરણ કરવામાં આવે છે અને ખુરશીઓ મુકવામાં આવે છે જેના પર વૃદ્ધો કે પત્રકારો બેઠા હોય. શેરીની શરૂઆતથી જ લોકોનું ટોળું દેખાશે. ત્યાં કેટલીક સ્ત્રીઓ ઘરની સામે તાપણું કરીને બેઠેલી હોય છે. અંજલિના સગા સબંધીઓ. હું પણ તાપણું કરવાના બહાને બેસીને વાતો કરવા લાગુ છું અને ત્યારે જ કોઈ ટોકીને કહે છે, મીડિયાને કોઈ કંઈ કહેતા નહીં. પછી મારી તરફ ફરીને કહે છે, 'તમે સ્ત્રીઓની હાલત જાણો છો!'

ચાર ડગલાં આગળ એક ટોળું બકબક કરી રહ્યું છે. આ આડોસી પાડોસીના લોકો છે. હળવેકથી તેમને હલાવ્યા, ત્યારે એક કહે, 'ત્રણ રાતથી સુતા નથી. આજુબાજુ જયારે 'કાંડ' થાય ત્યારે બીજું શું થશે!' હું માનવા માંગુ છું કે કાંડ' કદાચ સ્થાનિક શબ્દકોશમાં એક સામાન્ય શબ્દ છે, પરંતુ મન તેને મંજૂરી આપતું નથી. જે 'કાંડ' કહે છે તેવા ચહેરા સહિત, લગભગ તમામ ચહેરાના હાવભાવ આને મંજૂરી આપતા નથી.

હિટ એન્ડ રનનો મામલો પણ 'કાંડ' બની શકે છે, જો તેમાં કોઈ યુવતી સામેલ હોય. તે પણ યુવાન. જે તેના પર કમાય છે. અને શોખીન! વાત જો અડધી રાતની હોય, તો શાકના બધા મસાલા પાછળ રહી જાય. મંગોલપુરીના પેલા નામ વગરના ઘરની સામે એકઠી થયેલી ભીડને જોઈને મને એવું જ લાગ્યું. દરેકની પાસે મૃતક વિશે વિશેષ જાણકારી હતી. ઘણાની પાસે એવી કે, જે અહીં લખવા માટે પણ યોગ્ય નથી.

અમારું આગલું સ્ટોપ અહીંથી લગભગ 2 કિમી દૂર કરણ વિહાર હતું, જ્યાં અંજલિ તેના પરિવાર સાથે રહેતી હતી. જ્યારે હું ખોદાયેલા રસ્તા પર પગપાળા આગળ વધી, ત્યારે કોઈએ મને અટકાવી, શેરી કાચી છે. ધ્યાન રાખજો! હું ધ્યાનથી જોઉં છું. એકબીજાને અડીને જર્જરિત મકાનો. બંને બાજુએ પહોળી ઉભરાતી ગટર. રસ્તો પૂછવા પર રોકાઈને મેં કોઈને નાળાઓ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, નાળાઓ બનતા બનતા તો ઘણી સરકારો બદલાઈ જશે. આગામી સરકારમાં તમે પાછા આવશો. તો બધું આના જેવું જ હશે! અહીં બોલનાર વ્યક્તિ જૂનો પુરાનો (કબાડ) સમાન વેચવાનું કામ કરે છે. તે મને અંજલિના ઘર પાસે ડ્રોપ કરે છે, જેની આસપાસ નાકાબંધી હતી.

અહીં પણ એવું જ દ્રશ્ય. પોલીસ ભીડ અને ગપસપ. બપોર થઈ ગઈ, અત્યાર સુધી વાર્તામાં નવો એંગલ સામે આવ્યો છે કે, યુવતી એકલી નહોતી, પરંતુ તેના સહેલી સાથે હતી અને કથિત રીતે નશામાં પણ હતી. અને ત્યાં સુધી કે, હોટેલ બુકિંગનો મામલો પણ સામે આવી રહ્યો હતો. તે પૂરતું હતું. બિચારી... ન્યાય... બૂમો પાડતા લોકો હવે તેના જવાના અને આવવાના વિશે બબડાટ કરવા લાગ્યા.

ઑફ-કેમેરા એક સજ્જન કહે છે, વાતાવરણ એવું બની ગયું છે કે આપણે પણ આપણી બહેન-દીકરીઓનું ધ્યાન રાખવું પડશે, તેમને થોડા વધારે પૈસા માટે ઘરની બહાર કમાવવા મોકલો, તેના બદલે તેઓ અડધી રોટલી ખાઈ લેશે. માન તો રહેશે. સજ્જનની આંખો મારી સામે પણ શંકાની નજરે જોઈ રહી છે.

મંગોલપુરીથી કરણ વિહાર અને દિલ્હીથી મુંબઈ સુધી, સંભવતઃ આગામી કેટલાક દિવસો સુધી તેમને તેમનો ડોઝ મળી ગયો છે. ગયા વર્ષે શ્રદ્ધા હતી. આ વર્ષે અંજલિ, અને બરાબર 10 વર્ષ પહેલા નિર્ભયા. રાત્રી-છોકરી-સ્વતંત્રતાની આ કોકટેલ એ સાધારણ લાગણીને પણ ભૂલી ગઈ છે કે, એ 20 વર્ષની છોકરી ઘરની એકમાત્ર આશા હતી. 31મી ડિસેમ્બરની એ રાત્રે દિલ્હીની સડકો પર કોઈ છોકરી નહીં, પણ આશાની લાશ ઘસડાઈને ચીથરે હાલ થઇ હતી.

વાતચીતની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. બપોર થઈ રહી છે. પાછા ફરતી વખતે ચા સ્ટોલ જોઈને લોધી રોડ પર રોકાયા તો, એક વ્યક્તિ સીધો જ પૂછે છે, 'કાંજાવાલા કેસમાં કંઈક 'ખોટું' થયું છે, શું?' 'ખોટું' એટલે સંસ્કારી ભાષામાં બળાત્કાર-છેડતી! વાહન પર સંસ્થાનું સ્ટીકર છે. અમે જવાબ આપ્યા વિના પાછા ફરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp