મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને લઈ શિંદે સરકારે લીધો આ નિર્ણય, કોંગ્રેસે આવકાર્યો

PC: punemirror.com

એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્રમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સને એ જવાબદારી સોંપી છે કે રાજ્યમાં વસતા મુસ્લિમ સમુદાયના લોકોની આર્થિક અને શૈક્ષણિક વિકાસની સ્થિતિને લઈ વિગતવાર અભ્યાસ કરે છે.

રાજ્ય સરકારે આ કામ માટે રૂ. 33.9 લાખના બજેટની જોગવાઈ કરી છે. વર્ષ 2013માં નિયુક્ત મહમૂદ ઉર રહેમાનની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે નવો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમીન પટેલે આવકાર્યો છે.

અમીન પટેલે જણાવ્યું છે કે જો રાજ્ય સરકાર ખરેખર રાજ્યના લઘુમતી સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિકને લઈ કામ કરવા માંગતી હોય તો સરકારનું આ પગલું આવકાર્ય છે. આ સાથે જ અમીન પટેલે એ પણ કબૂલ્યું હતું કે, મહમૂદ ઉર રહેમાન કમિટી દ્નારા રિપોર્ટ રજૂ કર્યા બાદ મુસ્લિમ સમાજના લોકો માટે જે રીતે કામ કરવું જોઈતું હતું તે રીતે કામ થયું નથી.

મુસ્લિમ સમાજના લોકોના શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ કામ કરવાની જરૂર છે અને તેથી તેમને અનામત આપવામાં આવે તે જરૂરી છે. આશા છે કે નવી સરકાર દિશામાં કામ કરશે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) દ્વારા કરવામાં આવેલા અભ્યાસને સરકાર ગંભીરતાથી લેશે.

જે મહમૂદ ઉર રહેમાન સમિતિના અહેવાલના આધારે, TISS ને વધુ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે, આ અહેવાલને વર્ષ 2013માં તત્કાલિન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને સોંપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp