ભવિષ્ય જાણવા માટે જ્યોતિષને મળ્યા CM એકનાથ શિંદે? જુઓ મંત્રીએ શું કહ્યું

PC: mid-day.com

વિપક્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર જ્યોતિષી પાસે સલાહ લેવાનો આરોપ લગાવ્યો છે. જો કે, શિંદે સરકારના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે એવા સમચારોને નકાર્યા છે. આરોપ છે કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પોતાના શિરડી પ્રવાસ બાદ એક જ્યોતિષી પાસેથી સલાહ લીધી હતી. જો કે, મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે, તે વિપક્ષની ફસાવવા માટે વિપક્ષની એક ચાલ છે. ઉદય સામંત ગુરુવારે એરોલીમાં ખૂબ વિલંબિત મરાઠી ભાષા ઉપકેન્દ્ર માટે સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા.

મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ‘જે કહેવામાં આવી રહ્યું છે, તેના પર વિશ્વાસ ન કરતા. મુખ્યમંત્રી સાઇ બાબાના દર્શન માટે શિરડી ગયા હતા. ફેક્ટ એ છે કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપ સારું કામ કરી રહ્યા છે એટલે તે વિપક્ષની એક ચાલ છે, જેથી તેમને કોઇક ને કોઇક રીતે ફસાવી શકાય. હું વ્યક્તિગત રૂપે તેને વધારે મહત્ત્વ આપતો નથી.’ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે બુધવારે શિરડીમાં દર્શન કર્યા બાદ જ્યોતિષીની કથિત મુલાકાતને લઇને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાનો સાધ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ‘હું જ્યોતિષીમાં વિશ્વાસ રાખતો નથી. આખો દેશ જાણે છે કે આસામમાં શું થયું (બળવા બાદ શિંદે અને અન્ય ધારાસભ્યોએ ગુવાહાટીમાં ડેરો નાખ્યો અને દેવી કામાખ્યાના દર્શન કર્યા હતા). એવા સમાચાર છે કે, તેઓ (મુખ્યમંત્રી એકનાથ શિંદે) અન્ય ધારાસભ્યો સાથે પાછા આસામ જઇ રહ્યા છે. નાસિક જઇને જ્યોતિષીઓને હાથ દેખાડવા, રાજ્ય માટે કોઇ નવી વાત નથી. જો કે, એમ લાગે છે કે મુખ્યમંત્રીનો વિશ્વાસ ડગમગી ગયો છે.’

એ સિવાય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (ANS)એ કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે નાસિક પાસે સિન્નારના મીરગાંવમાં ઇશાનેશ્વર મહાદેવ મંદિરમાં ગયા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમણે જ્યોતિષના માધ્યમથી કથિત રીતે પોતાના ભવિષ્ય બાબતે જાણવા માટે મંદિરનો પ્રવાસ કર્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેની જ્યોતિષ સાથે કથિત મુલાકાત પર પ્રતિક્રિયા આપતા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કહ્યું કે, ‘જ્યોતિષ વિજ્ઞાન નહીં, પરંતુ એક જૂઠી કળા છે. તેને વિજ્ઞાન સાબિત કરનારને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસથી ખૂબ જ ખરાબ સંદેશ આપ્યો છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp