'બહાર આવ્યા બાદ ઉલ્ટી જેવું અનુભવાય છે', શું મહારાષ્ટ્ર સરકારમાં બધુ બરાબર છે?
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત હોબાળો મચ્યો છે. શિંદે સરકારના નેતા પરસ્પર બાખડતા નજરે પડી રહ્યા છે. શિવસેનાના મંત્રી તાનાજી સાવંતે અજીત પવાર ગ્રુપના નેતાઓ પર એવું નિવેદન આપી દીધું, જેનાથી બંને પાર્ટીઓમાં તણાવ હજુ વધી જશે. તાનાજી સાવંતનું નિવેદન એ પણ દેખાડી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારમાં બધુ બરાબર નથી. તાનાજી સાવંતે આજે કહ્યું હતું કે, તેઓ કેબિનેટ મીટિંગમાં પોતાના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે બેસે છે, પરંતુ બહાર આવ્યા બાદ ઉલ્ટી જેવું અનુભવાય છે.
આ નિવેદન પર અજીત પવારના નેતૃત્વવાળી પાર્ટી NCPએ તીખી પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે ગુરુવારે એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે તેઓ કટ્ટર શિવ સૈનિક છે અને NCPના નેતાઓ સાથે ક્યારેય બની નથી. ભલે અમે કેબિનેટમાં એક-બીજાની બાજુમાં બેસીએ છીએ, પરંતુ બહાર આવ્યા બાદ ઉલ્ટી જેવું અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજીત પવારની NCP રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનની ભાગીદાર છે.
NCPના પ્રવક્તા અને વિધાન પરિષદના સભ્ય (MLC) અમોલ મિટકરીએ તાનજી સાવંતની ટિપ્પણીની નિંદા કરી અને પૂછ્યું કે, શું ગઠબંધનને યથાવાત રાખવું માત્ર તેમની પાર્ટીની જવાબદારી છે? તનાજી સાવંત અગાઉ પણ એવું નિવેદન આપી ચૂક્યા છે, જેનાથી NCPને ઠેસ પહોંચી છે. અમે માત્ર ગઠબંધન ધર્મ નિભાવવા માટે ચૂપ છીએ. માત્ર મુખ્યમંત્રી જ બેચેનીની સારવાર કરી શકે છે.
આ પહેલી વખત નથી જ્યારે તાનાજી સાવંતે વિવાદ ઊભો કર્યો છે. ગયા વર્ષે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કથિત રૂપે ધારાશિવ (ઉસ્માનાબાદ) જિલ્લામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી પર એક પોલીસ નિરીક્ષકની બદલી કરવા માટે દબાવ નાખતા નજરે પડ્યા હતા. વીડિયોમાં સાવંત ધારાશિવના પોલીસ અધિક્ષક અતુલ કુલકર્ણીને કહેતા નજરે પડી રહ્યા હતા કે તેઓ મુખ્યમંત્રીની પણ સાંભળતા નથી. એટલે તેમણે અધિકારીને પોતાના આદેશોનું પાલન કરવા કહ્યું હતું.
એ સિવાય સાવંત MVA સરકારને પાડવાની પોતાની સંડોવણીમાં પણ અગ્રણી રહ્યા છે. તેમણે શિવસેનાના ધારાસભ્યોના એક ગ્રુપને વિદ્રોહ કરવા માટે મનાવવા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સમર્થિત ઘણી બેઠકોમાં ભાગ લેવાની વાત સ્વીકારી. સાવંતે વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કેબીનેટમાંથી પોતાના બહિષ્કારને પોતાના કાર્યો માટે ઉત્પ્રેરક બતાવ્યા, જેના કારણે અંતે તેમને ધારાશિવ જિલ્લા પરિષદમાં ભાજપ સાથે ગઠબંધન કરવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp