ભગવાનને પણ નથી છોડતા, મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ ગઈ, તાંબાનો સાંપ પણ...

PC: amarujala.com

સંગમ શહેર પ્રયાગરાજમાં ચોરીનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ચોરોએ કોઈ સામાન કે દાગીનાની ચોરી નથી કરી પરંતુ ભગવાન શંકરની ચોરી કરી છે, ચોરોએ મંદિરમાં રાખવામાં આવેલા શિવલિંગની ચોરી કરી છે, જ્યારે લોકો સવારે પૂજા કરવા માટે અહીં પહોંચ્યા હતા, તો જોયું કે ત્યાંથી શિવલિંગ ગાયબ હતું, હવે શિવલિંગની ચોરીથી લોકો આશ્ચર્યમાં છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, જ્યારે ચોરો ભગવાનને પણ છોડતા નથી તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે. પરંતુ હાલમાં તો લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મામલો અતરસુઈયાના ખુશહાલ પર્વત વિસ્તારનો છે. ચોરોએ મંદિરમાંથી ફક્ત શિવલિંગ જ નથી ઉપાડ્યું, પરંતુ શિવલિંગની પાસે રાખેલા તાંબાના સાપને પણ છોડ્યો નહીં.

ખુશહાલ પર્વત વિસ્તારમાં દાયકાઓથી એક નાનકડું શિવ મંદિર બનાવવામાં આવ્યું છે. તમામ વિસ્તારના લોકો અહીં ભગવાન શંકરના શિવલિંગની પૂજા કરે છે, પરંતુ આજે તો કંઈક અજુગતું જ થઇ ગયું. અહીં પૂજા કરવા આવેલા લોકો જ્યારે શિવલિંગ પર પાણી ચઢાવવા આવ્યા ત્યારે તેમણે જોયું કે, આ મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ હતું, મંદિરમાંથી શિવલિંગની ચોરીના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ જતાં મંદિરની આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. વિસ્તારના લોકોએ આ અંગે અતરસુઈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ શિવલિંગની ચોરી કોણે કરી છે તે અંગે હવે વિસ્તારના લોકો પરેશાન છે. શિવલિંગ પાસે તાંબાનો સર્પ રાખવામાં આવ્યો હતો જે ખૂબ જ વજનદાર હતો. લોકોને આશંકા છે કે કોઈ નશેડી લોકો કે ચોર આના કારણે આખું શિવલિંગ જ ચોરી ગયા છે. હાલમાં આ શિવલિંગને લઈને લોકો પરેશાન છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ મળતા અતરસુઈયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શિવલિંગની ચોરી કરનારા ચોરોની શોધખોળ શરૂ કરી છે. ઈન્સ્પેક્ટર વિનોદ યાદવનું કહેવું છે કે, આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

અહીં તમને બતાવી દઈએ કે, ગયા મહિને, UPના કૌશામ્બીમાંથી પણ શિવલિંગની ચોરીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં એક યુવકે શિવલિંગની ચોરી એટલા માટે કરી હતી કે તેણે પુરા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી, પરંતુ જ્યારે તેને તેની પસંદની કન્યા ન મળી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને મંદિરમાં રાખેલા શિવલિંગને ગાયબ કરી દીધું હતું. પરંતુ હાલમાં તો પોલીસે શિવલિંગ સાથે આ અનોખા ચોરની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp