હલકી માનસિકતાની હદ, પોર્નસાઈટ પર હૈદરાબાદ પીડિતાનો વીડિયો સર્ચ કરી રહ્યા છે લોકો

PC: heraldpublicist.com

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયર વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. રસ્તાઓ પર ઉતરીને લોકો મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ એવી બાબતો સામે આવી રહી છે, જેને સંભળીને તમારું માથું શરમથી ઝુકી જશે. હૈદરાબાદની પીડિતાનું નામ પોર્ન સાઈટ પર ટોપ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, દુનિયાની ટોપ 100 પોર્ન વેબસાઈટ્સમાં સામેલ એક સાઈટના ટોપ ટ્રેન્ડવાળા સેક્શનમાં હૈદરાબાદની પીડિતાનું નામ સૌથી ઉપર છે. અત્યારસુધઈ આશેર 8 મિલિયન કરતા વધુવાર તેના નામને આ વેબસાઈટ પર સર્ચ કરવામાં આવી ચુક્યું છે. એટલું જ નહીં, આ નામ એ વેબસાઈટ પર એટલા માટે ટ્રેન્ડ કરી રહ્યું છે, કારણ કે જેવી રીતે Google પર કંઈક સર્ચ કરવાથી તે ટોપ સર્ચ લિસ્ટમાં આવી જાય છે, એવી જ રીતે પોર્ન વેબસાઈટ પર પણ ટોપ ટ્રેન્ડ પર આવવાનું કારણ એ જ છે.

આ ખૂબ જ શરમજનક વાત છે કે એક તરફ દેશ જે યુવતીના રેપ અને મર્ડરની ઘટનાને કારણે હચમચી ગયો છે, તો બીજી તરફ આવી બાબતો સામે આવી રહી છે. કદાચ આ બીમાર માનસિકતાનો કોઈ ઈલાજ નથી. આશ્ચર્યની વાત એ છે કે, મીડિયો રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યારસુધીમાં આશરે 8 મિલિયન કરતા વધુવાર પીડિતાના નામને એ વેબસાઈટ પર સર્ચ કરવામાં આવી ચુક્યું છે.

એક તરફ લોકો આરોપીઓને સજા અપાવવા માટે ઘરણા પર બેઠાં છે, પ્રદર્શન કરી રહ્યા છે, સંસદમાં ચર્ચા કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકો ત પીડિતાના નામને એ જગ્યા પર સર્ચ કરી રહ્યા છે, જેનો ઉલ્લેખ કરવો પણ દુઃખદાયી છે.

પીડિતાનું નામ વેબસાઈટ પર ટોપ ટ્રેન્ડમાં દેખાઈ રહ્યું છે, લોકો તેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા છે. તે અહીં દર્શાવી શકાય તેવું પણ નથી અને આવું પહેલીવાર નથી થયું, જ્યારે લોકો આ માનસિકતાનો શિકાર બન્યા હોય. પહેલા પણ આવા કેસો સામે આવી ચુક્યા છે, જ્યારે પીડિતાના નામનો લોકો આવી જગ્યાઓ પર સર્ચ કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp