Video: માણસાઇ નેવે મૂકી- ખોટા ઈન્જેક્શનથી યુવતીનું મોત, શવને બાઈકથી ઘરે મોકલ્યું

PC: twitter.com

સમાજવાદી પાર્ટીના ગઢ અને ડિંપલ યાદવના સંસદીય ક્ષેત્ર ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં માનવતાને શરમસાર કરનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ઘિરોર વિસ્તારમાં એક હોસ્પિટલની બેદરકારીના કારણે યુવતીનું મોત થયું. બેદરકારીની હદ તો ત્યારે પાર કરી જ્યારે યુવતીના પરિવારને મોતની જાણકારી આપ્યા વિના જ તેના શવને હોસ્પિટલની બહાર બાઈક પર રાખીને ઘરે મોકલી દેવામાં આવ્યું. પરિવારના હંગામાના ડરથી ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ ફરાર થઇ ગયા છે. અસહાય પરિવાર હવે ન્યાયની માગ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

ડૉક્ટરના ખોટા ઈન્જેક્શનથી યુવતીનું મોત

પીડિત પરિવારનો આરોપ છે કે ડૉક્ટર દ્વારા ખોટું ઈન્જેક્શન લગાવવાને કારણે યુવતીનું મોત થયું. આટલી બેદરકારી ઓછી નહોતી કે હોસ્પિટલ અને સ્ટાફે પીડિત પરિવારને જાણ કર્યા વિના જ મૃતકનું શવ હોસ્પિટલની બહાર કાઢી નાખ્યું. આ ઘટના અંગેનો વીડિયો સામે આવતા જ મુખ્ય ચિકિત્સા અધિકારીએ કડક એક્શન લેતા હોસ્પિટલને સીલ કરી દીધી છે.

ઘિરોર વિસ્તારના નગલા ઓયના રહેનારા ગિરીશ યાદવની 17 વર્ષીય દીકરી ભારતીની મંગળવારના રોજ તબિયત ખરાબ થઇ હતી. ત્યાર પછી પરિવારે તેની સારવાર માટે ઘિરોર વિસ્તારના કરહલ રોડ સ્થિત રાધા સ્વામી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તો બુધવારે બપોરે ભારતીનું મોત થઇ ગયું. ત્યાર પછી ડૉક્ટર અને સ્ટાફે પરિવારને સૂચના આપ્યા વિના ભારતીના શવને હોસ્પિટલની બહાર કાઢી નાખ્યું.

અહીંથી લઇ જાઓ, અમે કશું ન કરી શકીએ

આ આખા મામલા વિશે ભારતીની ફોઇ મનીષાએ જાણકારી આપી કે, ભારતીને મંગળવારે તાવ આવ્યો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે તે એકદમ બરોબર હતી. ડૉક્ટરના ઈન્જેક્શન લગાવ્યા પછી જ તેની તબિયત ખરાબ થઇ ગઇ અને તેનું મોત થયું. ભારતીના નિધન પછી ડૉક્ટરોએ જણાવ્યું કે, તેની સ્થિતિ ગંભીર છે, તેને અહીંથી લઇ જાઓ. અમે કશું ન કરી શકીએ. મનીષાએ જણાવ્યું કે, ડૉક્ટરો દ્વારા આ જાણકારી આપવામાં આવી ત્યાં સુધીમાં તો ભારતીનું નિધન થઇ ગયું હતું. જોકે, હજુ સુધી પરિવાર દ્વારા આ આખા મામલાને લઇ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

ડૉક્ટર ફરાર, હોસ્પિટલ સીલ

મુખ્ય ચિકિત્સા અધિકારી આરસી ગુપ્તાએ આ મામલાને લઇ જાણકારી આપી કે, તેમને ફોન દ્વારા આ બાબત વિશે જાણકારી મળી. ત્યાર પછી તેમણે નોડલ અધિકારી હોસ્પિટલ મોકલ્યા. હોસ્પિટલ સંચાલક અને એકપણ ડૉક્ટર તેમને ઘટના સ્થળે મળ્યા નહીં. હોસ્પિટલમાં એક દર્દી હતો જેનું ઓપરેશન થયું હતું. જેને હવે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ રજિસ્ટર્ડ હતી અને ડિગ્રી લાગી હતી. પણ હોસ્પિટલ સંચાલક ડૉક્ટર નહોતો. આ મામલો સામે આવતા જ તેનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp