CM સિદ્ધારમૈયાએ માની લીધી ગરબડીની વાત, જાણો શું મામલો

PC: deccanherald.com

કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યમાં થયેલા એક કૌભાંડની વાત સ્વીકારી લીધી છે. તેમણે સોમવારે સદનમાં સ્વીકાર્યું કે કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ ST વિકાસ નિગમમાં 89.6 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બીજી તરફ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ નિગમમાં 187 કરોડ રૂપિયાના કૌભાંડનો દાવો કર્યો છે. આ કૌભાંડને લઈને સોમવારે વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ હોબાળો થયો, ત્યારબાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કૌભાંડની વાત સ્વીકારી.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ આર. અશોકે સરકાર પર તીખો પ્રહાર કરતા મહેનતી અને ઈમાનદાર સરકારી અધિકારી ચંદ્રશેખરનનો જીવ લેનાર કૌભાંડે આ સરકારના દલિત વિરોધી ચહેરાને ઉજાગર કરી દીધો છે. જે પોતાને દલિતોની હિતચ્છું બતાવે છે. આ કૌભાંડ વિરુદ્ધ રજૂ થયેલા સ્થાગન પ્રસ્તાવ દરમિયાન અશોકે કહ્યું કે, 2 ટકા, 3 ટકા અને 10 ટકાના કૌભાંડ થતા હતા, પરંતુ વાલ્મીકિ નિગમ કૌભાંડ તો બધા પર ભારે પડી ગયો. એ 100 ટકા ખટાખટ કૌભાંડ છે.

તેમણે આરોપ લગાવ્યો કે, અકાઉન્ટ સુપ્રીટેન્ડેન્ટ ચંદ્રશેખરનને હરવા ફરવાના બહાને ગોવા લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મારવામાં આવ્યા, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને ગેરકાયદેસર ધન હસ્તાંતરણને મંજૂરી આપવા માટે હૉટલના રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા, જેનાથી દુઃખી થઈને તેમણે આત્મહત્યા કરી લીધી. સિદ્ધારમૈયાએ અશોકને વચ્ચે ટોકતા નિગમમાં કૌભાંડની વાત તો કબૂલી, પરંતુ તેને પૂર્વ ST મંત્રી બી. નાગેન્દ્રને ચૂંટણી ફંડિંગ છેતરપિંડી સાથે જોડવાના આરોપોનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, બેલ્લોરી લોકસભાની ચૂંટણી માટે ફંડ બાબતે કોઈ સ્વીકારોકતી કરવામાં આવી નથી. જેમ કે ભાજપ અને અશોકે દાવો કર્યો છે.

શું છે આખો મામલો?

કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડનું સંચાલન કર્ણાટક સરકાર જ કરે છે. અહીં અકાઉન્ટ સુપ્રીટેન્ડેન્ટ ચંદ્રશેખરન પી.એ 26 મેના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને સ્યૂસાઇડ નોટમાં ખોટી રીતે મની ટ્રાન્સફરનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ આ કૌભાંડનો ઉલ્લેખ થયો. આ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નિગમના બેંક અકાઉન્ટથી 187 કરોડ રૂપિયાનું અનધિકૃત ટ્રાન્સફર થયું છે.

તેમાંથી 88.62 કરોડ રૂપિયા તથા કથિત જાણીતી IT કંપનીઓ અને હૈદરાબાદની એક સહકારી બેંક સહિત ઘણા ખાતા ગેરકાયદેસર ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ કૌભાંડમાં પોતાના પર લાગેલા આરોપો બાદ જનકલ્યાણ મંત્રી બી. નાગેન્દ્રએ 6 જૂને રાજીનામું આપી દીધું હતું. તેઓ હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp