ભાજપના એ મહિલા ઉમેદવાર, જેઓ 5 વર્ષમાં કરોડપતિમાંથી થયા અબજપતિ, જાણો કેવી રીતે

PC: patrika.com

રાજસ્થાનમાં હાલના દિવસોમાં ચૂંટણીના પ્રચાર અભિયાન જોર શોરથી ચાલી રહ્યા છે. તમામ પાર્ટીના ઉમેદવારો ન માત્ર જનસભાઓ કરી રહ્યા છે, પરંતુ ઘર ઘર જઈને લોકો પાસે વોટ માગી રહ્યા છે. અહીં મુખ્ય રેસ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે છે અને બંને જ પાર્ટી પોતાના મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. નવા ઉમેદવારોએ નામાંકન પણ દાખલ કરી દીધું છે. નામાંકન આપવા દરમિયાન ઉમેદવારોએ જે એફિડેવિટ આપી છે, તેમાંથી કેટલીક રસપ્રદ જાણકારીઓ પણ સામે આવી છે.

એવા જ એક ઉમેદવાર છે સિદ્ધિ કુમારી જેમને ભાજપે બિકાનેરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સિદ્ધિ કુમારી 5 વર્ષમાં કરોડપતિથી અબજપતિ બની ગયા છે. વર્ષ 2018માં આપેલી એફિડેવિટ મુજબ, તેમની કુલ સંપત્તિ 8.89 કરોડ રૂપિયાની હતી, જે આ વખત વધીને 1.11 અબજ રૂપિયા થઈ ગઈ છે. બિકાનેરના રાજ પરિવારના પૂર્વ મહારાણી અને સિદ્ધિ કુમારીના માતા સુશીલા કુમારીના મોત બાદ તેમની સંપત્તિનો એક મોટો હિસ્સો સિદ્ધિ કુમારીને આપવામાં આવ્યો હતો.

તેની કિંમત 80 કરોડ રૂપિયા કરતા વધુ હતી. આ કારણે છેલ્લા 5 વર્ષમાં સિદ્ધિ કુમારની અચંલ સંપત્તિ 30 લાખ રૂપિયાથી વધીને 85.78 કરોડ રૂપિયા થઈ ગઈ. તો વર્તમાનમાં તેમની પાસે 16.52 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે, જે વર્ષ 2018માં 3.67 કરોડ રૂપિયા હતી.

તો અન્ય નેતાઓની વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જમા કરવામાં આવેલી એફિડેવિટ મુજબ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની જ્વેલરીમાં 1 કરોડ રૂપિયામાં વધારો થયો છે. વર્ષ 2018માં આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, તેમની પાસે 1.08 કરોડ રૂપિયાની જ્વેલરી હતી, જે આ વખત વધીને 2.40 કરોડ રૂપિયા થઈ ગઈ. તેમની પાસે રોકડ પણ વધી ગઈ છે. 5 વર્ષ અગાઉ તેમની પાસે 1.29 લાખ રૂપિયાની રોકડ હતી, જે આ વખત વધીને 2.05 લાખ રૂપિયા થઈ ગઈ છે.

એ જ પ્રકારે બેંકમાં જમા રકમ પણ 5 વર્ષમાં 51.24 લાખ રૂપિયાથી વધીને 58.74 લાખ રૂપિયાની થઈ ગઈ છે. 5 વર્ષ અગાઉ તેમના પર 5.33 લાખ રૂપિયાની લોન હતી, જે હવે ચૂકવી દેવામાં આવી છે. તેમણે સિંધિયા પોટરિઝ એન્ડ સર્વિસિસને 1.14 કરોડ રૂપિયા ઉધાર આપ્યા છે. રાજસમંદ જિલ્લાના નાથદ્વારા વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશી પાસે 3.72 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે આભૂષણના નામ પર કંઇ નથી. એફિડેવિટ મુજબ, તેમની પાસે માત્ર 36,551 રૂપિયા કેસ છે, જ્યારે 1.05 કરોડની અચલ સંપત્તિ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp