સિંઘમ જેવી ફિલ્મો ખતરનાક સંદેશ આપે છે, બોમ્બે હાઇકોર્ટના જજે એમ શા માટે કહ્યું?

PC: indiatoday.in

બોમ્બે હાઇ કોર્ટના એક જજે બોલિવુડની ‘સિંઘમ’ જેવી ફિલ્મોને સમાજ માટે ખતરનાક બતાવી છે. જજ જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે, પોલીસવાળાઓને હીરોની જેમ દેખાડવા અને તરત જ ન્યાય આપવાની સિનેમાઈ કલ્પના એક ખોટો સંદેશ મોકલે છે. તે ઉચિત કાયદાકીય પ્રક્રિયાને પૂરી થવા અગાઉ જ ન્યાય કરવાના વિચારને પ્રોત્સાહન આપે છે. તે સમાજને એક ખતરનાક સંદેશ આપે છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, જસ્ટિસ ગૌતમ પટેલ ભારતીય પોલીસ ફાઉન્ડેશનની વાર્ષિક અને પોલીસ સુધાર દિવસના અવસર પર પોતાની વાત રાખી હતી.

તેમણે કહ્યું કે, ‘ફિલ્મોમાં પોલીસ જજો વિરુદ્ધ કાર્યવાહી કરે છે. જજોને વિનમ્ર, ડરપોક, ઊંડા કાળા ચશ્મા અને ખૂબ ખરાબ કપડાં પહેરીને દેખાડવામાં આવે છે. પોલીસ કોર્ટો પર દોષીઓને છોડવાનો આરોપ લગાવે છે. હીરો પોલીસકર્મી એકલો જ ન્યાય કરતો દેખાડવામાં આવે છે. તેમણે તેને ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ  બતાવ્યો. જસ્ટિસ પટેલે સિંઘમનું ઉદાહરણ આપતા કહ્યું કે, સિંઘમ ફિલ્મમાં ખાસ કરીને તેમના ક્લાઇમેક્સમાં દેખાડવામાં આવ્યું છે કે આખું પોલીસ બળ પ્રકાશ રાજના નિભાવેલી નેતાની ભૂમિકા પર પ્રહાર કરી દે છે.

પછી દેખાડે છે કે હવે ન્યાય મળી ગયો છે, પરંતુ હું પૂછું છું કે શું હકીકત તેને ન્યાય મળ્યો? જસ્ટિસ પટેલે આગળ સવાલ કર્યો કે, આ ઉતાવળ કેમ? કોઈ પણ ઘટનામાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. જ્યાં દોષ અને ગુનાનો નિર્ણય હોય. આ પ્રક્રિયા ધીરે ચાલે છે. તેને ધીરે થવું જ પડશે કેમ કે ન્યાયનો મુખ્ય સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિની આઝાદીને છીનવવું જોઈએ. જસ્ટિસ પટેલે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું કે, જો આપણે કાયદાકીય પ્રક્રિયાને છોડીને શોર્ટકટ અપનાવીશું તો આ કાયદાના રહસ્યને સમાપ્ત કરી દેશે.

સિંઘમ ફિલ્મ જુલાઇ 2011માં રીલિઝ થઈ હતી. તેને ડિરેક્ટર રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2010માં આ નામથી આવેલી તામિલ ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં અજય દેવગને એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. જસ્ટિસ પટેલે કહ્યું કે, પોલીસની છબી ભ્રષ્ટ અને ગેર-જવાબદાર દેખાડવામાં આવે છે. તેમણે ઉત્તર પ્રદેશના DGPના પણ વખાણ કર્યા. જેમણે પોલીસમાં સુધાર માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp