સાહેબ, ન મચ્છરદાની મળી ન ચાદર... દર્દીની વાત સાંભળી DMએ પાછા ફરીને પૂછ્યો આ સવાલ

PC: aajtak.in

 બિહારના મુંગેરમાં સદર હોસ્પિટલમાં નવી બનાવવામાં આવેલી પ્રી-ફેબ્રિકેટેડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા કલેક્ટર પહોંચ્યા હતા. ઉદ્ઘાટન પછી DMએ એક પછી એક તમામ વોર્ડની મુલાકાત લીધી હતી. તેઓ મહિલા અને ડેન્ગ્યુ વોર્ડમાં પણ પહોંચ્યા, જ્યાં DMના આગમન પહેલા હોસ્પિટલમાં બેડશીટ વગેરેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ DMને બૂમ મારીને કહ્યું, 'સાહેબ, અહીં બેડશીટ, મચ્છરદાની વગેરે ઉપલબ્ધ નથી થતી અને ન તો ડોક્ટરો રાઉન્ડમાં આવે છે. આ સાંભળીને બધા ચોંકી ગયા. પરંતુ આ પછી DM દ્વારા આપવામાં આવેલ જવાબ પણ કઈ ઓછો ન હતો.

હકીકતમાં, DM નવીન કુમાર વ્યક્તિની ફરિયાદ સાંભળીને પાછા ફર્યા અને તેને પૂછવા લાગ્યા, મને એ કહો કે ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે? તેના પર પોતાને JDU કાર્યકર ગણાવતા મુન્ના મંડલે કહ્યું, મને ખબર નથી કે ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે. આ પછી DMએ અન્ય લોકોને બોલાવ્યા અને કહ્યું કે, આમને બતાવો કે ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે. ત્યારપછી DMએ ખુદ લોકોને ડેન્ગ્યુ અંગે માહિતી આપી હતી.

આ પછી DM નવીન કુમારે સંબંધિત ANMને બોલાવ્યા અને પૂછ્યું કે, દર્દીઓને બેડશીટ્સ કેમ આપવામાં આવતી નથી? તો ANMએ કહ્યું કે બેડશીટ ગંદી હોવાથી આપવામાં આવી નથી. આ દરમિયાન, દાખલ દર્દીના પલંગ પર ચાદર પાથરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે DMએ બ્લડ બેંક વગેરેનું પણ નિરીક્ષણ કર્યું હતું. ડેન્ગ્યુના વધતા જતા પ્રકોપને જોતા તેમણે સિવિલ સર્જનને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

અહીં તમને જણાવી દઈએ કે, મુંગેર જિલ્લામાં ડેન્ગ્યુના ચેપના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે હવે જિલ્લામાં ELISA ટેસ્ટમાં ટેસ્ટ કરાયેલા ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 100ને વટાવી ગઈ છે. જિલ્લામાં ગત મંગળવારે ડેન્ગ્યુના કુલ 12 દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે 30 દર્દીઓ હજુ પણ દાખલ છે. આ કારણે, મુંગેરના DM નવીન કુમારના આદેશ પર, જિલ્લા આરોગ્ય વિભાગે દરેક સુવિધાથી સજ્જ 60 બેડ સાથેનો ડેન્ગ્યુ વોર્ડ બનાવ્યો છે.

DMએ કહ્યું કે, એક ડૉક્ટર અને સ્ટાફ નર્સ સિવાય, દરેક શિફ્ટમાં તાલીમાર્થી પેરામેડિકલ વિદ્યાર્થીઓને ફરજ સોંપવામાં આવી છે. પ્રથમ દિવસે, ડેન્ગ્યુના 7 સંભવિત દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યારે સદર હોસ્પિટલમાં પહેલાથી જ 23 સંભવિત ડેન્ગ્યુના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે ડેન્ગ્યુના તમામ નવા દર્દીઓને ફેબ્રિકેટેડ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવશે, જ્યાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

તમામ પલંગ પર મચ્છરદાની સાથે દવાઓ, ટેસ્ટ સાથે શુદ્ધ RO પાણી અને દર્દી અને પરિવારના સભ્યો માટે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેન્ગ્યુના નિવારણ અને તેનાથી બચવાની પદ્ધતિઓનો પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એક ટીમ પણ બનાવવામાં આવી છે, જેમાં પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી જ્યાં જ્યાં પાણીનો જમાવડો થાય, જે વિસ્તારમાંથી વધુ દર્દીઓ આવી રહ્યા છે ત્યાં જઈને લોકોને ડેન્ગ્યુ વિશે માહિતી આપી શકાય. તેમજ તે સ્થળે ડેન્ગ્યુ નિવારણની કામગીરી પણ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp