નીતિન ગડકરીની મોટી જાહેરાત, હવેથી તમામ કારમાં આ વસ્તુ હોવી ફરજિયાત

PC: https://img.republicworld.com

રોડ સેફ્ટીને વધુ સારી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં રોડ અકસ્માતો મોટી સંખ્યામાં થાય છે. આવી સ્થિતિમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય લોકોની સુરક્ષાને સુધારવા માટે ઘણા નિર્ણયો લેતું રહે છે. આ યાદીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે હવેથી 8 મુસાફરોને લઈ જતી કારમાં 6 એરબેગ ફરજિયાત હશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું કે તેમણે કારમાં 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે. ટ્વીટ્સની સીરિઝમાં તેમણે લખ્યું કે તેમના મંત્રાલયે પહેલાથી જ તા.1 જુલાઈ 2019 થી ડ્રાઈવર એરબેગ્સ અને તા.1 જાન્યુઆરી 2022 થી ફ્રન્ટ કો-પેસેન્જર એરબેગ્સ ફરજિયાત બનાવી છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ માહિતી આપી છે કે M1 શ્રેણીની કાર માટે 6 એરબેગ્સ નક્કી કરવામાં આવી છે. આ કેટેગરીમાં 5 થી 8 સીટર કારનો સમાવેશ થાય છે. આ નવા નિર્ણય સાથે બે સાઇડ એરબેગ્સ અને બે પડદા લગાવવામાં આવશે. જે પાછળ બેઠેલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ગડકરીના કહેવા પ્રમાણે, આનાથી તમામ મુસાફરોને સુરક્ષા મળશે. પછી કાર ભલે કોઈ પણ સેગમેન્ટની, મોટીં કિંમતની કેમ ન હોય. આ નિયમ અંતર્ગત કોઈ કેટેગરી ધ્યાને લેવામાં આવી નથી.

 


ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયની અસર M1 કેટેગરીની કારની કિંમત પર પણ પડશે. એક એરબેગની કિંમત રૂ.1800 થી 2000 ની વચ્ચે છે. આવી સ્થિતિમાં 6 એરબેગની જરૂરિયાતને કારણે કારની કિંમત રૂ.10 થી 12 હજાર વધી શકે છે. જો કે, સરકાર એ પણ માને છે કે એરબેગ્સની માંગ વધવાથી તેની કિંમતમાં પણ ઘટાડો થશે. એક બાજું બજેટ જાહેર થવાની તૈયારીઓ થઈ રહી છે. દરેક સેક્ટરને થોડી રાહત મળે એવી અપેક્ષા છે. પણ બજેટ પહેલા જ મંત્રાલયે આ નિર્ણય કરી દેતા ઓટો સેગમેન્ટમાં કારના ભાવ વધશે એવું ચોક્કસથી મનાય રહ્યું છે. જોકે, આ નિર્ણયને ઓટો કંપનીઓ કેવી રીતે લે છે અને કારના ભાવ નક્કી કરે છે એ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા જાહેર થઈ નથી. મોટી સંખ્યામાં એરબેગ્સના અમલથી ઓટો કંપનીઓને પણ ભાવમાં થોડો ફેર પડશે. પણ જોવાનું એ છે કે, ગ્રાહકોને આ નિર્ણય બાદ કાર કેટલામાં પડશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp