6 બાળકો સાથે બાઈક પર સવારી, પોલીસે પકડતા બાળકોએ કહ્યું કે અંકલ....

PC: aajtak.in

સોશિયલ મીડિયા પર એક ફોટો ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ તસવીરમાં એક વ્યક્તિને બાઈક પર 6 બાળકોની સાથે બેસીને સફર કરતો જોવામાં આવ્યો. ફોટો જોયા પછી યૂઝર્સ તે વ્યક્તિ પર ભડકી ગયા છે. તે વ્યક્તિએ ટ્રાફિક નિયમ તોડવાની સાથે સાથે બાળકોનો જીવ પણ જોખમમાં નાખ્યો. જેને લઇ લોકો તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 બાળકોને બાઈક પર બેસાડી ફરાવનારો વ્યક્તિ બીજો કોઇ નહીં પણ તેમના પિતા છે.

રિપોર્ટ્સ અનુસાર, ઘટના ઉત્તર પ્રદેશા વારાણસીની છે. જ્યાં હાલમાં જ એક વ્યક્તિ બાઈક પર 6 માસૂમોને બેસાડી નીકળ્યો તો પોલીસે તેને રોકી લીધો. પોલીસકર્મીઓને વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે ભીડવાળા વિસ્તારમાં આ વ્યક્તિ આટલી મોટી બેદરકારી કઇ રીતે કરી શકે. તેની આ ભૂલથી મોટી ઘટના બની શકતી હતી.

પોલીસને પિતાને છોડવાની આજીજી કરવા લાગ્યા બાળકો

વાયરલ તસવીરમાં જોઇ શકાય છે કે, કઇ રીતે વ્યક્તિ બાઈક પર 6 બાળકોને બેસાડી રાખ્યા છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસની નજર તે વ્યક્તિ પર પડી. પોલીસે તરત તેને રોક્યો અને તેને ખૂબ ફટકાર લગાવી.

પૂછપરછ કરતા ખબર પડી કે, જે વ્યક્તિ બાઈક ચલાવી રહ્યો છે તે એ દરેક 6 બાળકોનો પિતા છે. આ બાળકો બાઈક પર પાછળ બેસેલા હતા. તે બેદરકાર વ્યક્તિ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી રહ્યો હતો. જ્યારે પોલીસે દંડ ભરવાની વાત કરી તો બાઈકની પાછળ બેસેલા બાળકો પોલીસકર્મીઓને પિતાને છોડી દેવાની રિક્વેસ્ટ કરવા લાગ્યા. બાળકોએ કહ્યું કે, પોલીસ અંકલ અમારા પપ્પાને આ વખતે છોડી દો. હવે બીજીવાર આવું નહીં થાય. બાળકોની વાત સાંભળી પોલીસનું દિલ પીઘળ્યું અને તેમણે તે વ્યક્તિને વોર્નિંગ આપી છોડી દીધો. બાળકોનો આગ્રહ સાંભળી પોલીસે પિતાને કડક સૂચના અને ચેતવણી આપી છોડી દીધા.

પાછલા દિવસોમાં દશેરો અને દુર્ગા પૂજાને લઇ લોકોની અવર જવર વધારે હતી. લોકો પોતાના પરિવારની સાથે બહાર ફરતા જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસની નજર એક બાઈક પર પડી તો તેઓ ચોંકી ગયા. કારણ કે, તેના પર 6 બાળકોની સાથે એક વ્યક્તિ ફરી રહ્યો હતો. એટલે કે એક બાઈક પર 7 લોકો સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp