હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો, 6 ધારાસભ્યોએ ભગવો ધારણ કર્યો

PC: indianexpress.com

કોંગ્રેસને હિમાચલ પ્રદેશામાં મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. તેમની સાથે સાથે 3 અપક્ષ ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધતા રાજનીતિક સંકટ વચ્ચે ઘણા પૂર્વ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. એવામાં હવે કોંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્ય અને 3 અપક્ષ ઉમેદવાર ભાજપમાં સામેલ થઈ ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ભાજપની ટિકિટ પર જ અહીથી પેટાચૂંટણી લડશે. કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્ય સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર રાણા, ઇન્દ્ર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્ર કુમાર ભુટ્ટોને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ગેરહાજર રહેવા તથા કપાત પ્રસ્તાવ અને બજેટ દરમિયાન રાજ્ય સરકારના પક્ષમાં મતદાન કરવાના પાર્ટીના એક વ્હીપની અવગણના કરવા માટે 29 ફેબ્રુઆરીએ અયોગ્ય જાહેર જાહેર કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે તેમના મતવિસ્તારો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

3 અપક્ષ ધારાસભ્ય આશિષ શર્મા, હોશિયાર સિંહ અને કે.એલ. ઠાકુરે શુક્રવારે પોતાના રાજીનામાં સોંપ્યા. જેમના મતવિતસ્તારોમાં પણ પેટાચૂંટણી થવાની સંભાવના છે. હોશિયાર સિંહે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. અમે ભાજપમાં સામેલ થઈશું અને પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીશું. મુખ્યમંત્રી સિખવિંદર સિંહ સુખૂના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર, ગયા મહિને ભાજપના આ 9 ધારાસભ્યોના સમર્થનથી રાજ્યની એકમાત્ર સીટ માટે રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ સંકટમાં આવી ગઈ હતી.

અત્યારે સુખવિંદર સિંહ સુખૂ સરકારને કોઈ પણ જોખમ નજરે પડતું નથી, પરંતુ ભાજપ પેટાચૂંટણીમાં જીત હાંસલ કરીને તેમની સરકાર પાડવાના ચક્કરમાં છે. પેટાચૂંટણીમાં ભાજપની જીતથી સત્તાધારી પાર્ટીમાં ધારાસભ્યોની સંખ્યામાં કમી આવી શકે છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોની અયોગ્યતા બાદ હવે 62 સભ્યોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 39થી ઓછી થઈને 33 રહી ગઈ છે. વિધાનસભામાં મૂળ રૂપે 68 સભ્યો છે. ભાજપના 25 ધારાસભ્ય છે. બહુમત પરીક્ષણ દરમિયાન બંને પક્ષ બરાબરી રહેવા પર અધ્યક્ષ વોટ કરી શકે છે અને અત્યારે અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp