30 કરોડની સંપત્તિ દાન કરીને જૈન પરિવારના છ સભ્યોએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી

PC: sudarshannews.in

છત્તીસગઢમાં દવાનો વેપાર કરનાર ડાકલીયા પરિવારે 30 કરોડની સંપત્તિ દાનમાં આપીને જૈન ધર્મના સંસ્કારો અનુસાર દીક્ષા ગ્રહણ કરી છે. જણાવી દઈએ હવે આ પરિવાર આરામની જિંદગીથી અલગ થઇને સંયમના કઠીન માર્ગ પર નીકળી ગયો છે. ગુરુવારે જૈન બગીચામાં પરિવારના મોભી મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયા સહિત 5 સભ્યોએ દીક્ષા લીધા લીધી હતી.

જણાવી દઈએ કે મુમુક્ષુ ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમની કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં જમીન, દુકાનથી લઇને અન્ય સંપતીઓ સામેલ છે. પણ વર્ષ 2011માં રાયપુરના અવેપા કૈવલ્યધામ ગયા બાદ મનની અંદર સન્યાસ લેવાનો વિચાર આવ્યો. ત્યારબાદ અમે પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને 9 નવેમ્બરના રોજ સામૂહિક રીતે આરામનું જીવન ત્યાગ કરીને દીક્ષા લેવાનો અંતિમ નિર્ણય કર્યો.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, કૈવલ્યધામ જયારે અમે બીજી વખત ગયા ત્યારે પરિવારના સૌથી નાના દીકરા હર્ષિતના મનમાં દીક્ષા લેવાનો વિચાર આવ્યો. તે સમયે દીકરાની ઉંમર માત્ર 6 વર્ષની હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હર્ષિતે હસતા-હસતા ગુરુના સાનિધ્યના તેના કેશ લોચનની વિધિ કરાવી હતી.

ત્યારબાદ ચારેય દીકરાઓના મનમાં દીક્ષા લેવનો નિર્ણય કર્યો. કૈવલ્યધામથી પરત આવ્યા બાદ તમામ બાળકોએ દીક્ષા લેવાની વાત કરી હતી. પણ તેમની ઉંમર નાની હોવાના કારણે તેઓ દીક્ષા લઇ શકે તેમ નહોતા. તેથી ત્યારે દીક્ષા લીધી નહીં. પણ હવે 10 વર્ષ પછી તેમના માનતા દીક્ષાનો ભાવ થયો ત્યારે ત્યારે અમે પણ મંજૂરી આપી દીધી.

જૈન ધર્મના લોકોનું કહેવું છે કે, ખરતરગચ્છ પંથમાં પહેલીં વાર આવું થયું છે કે પરિવારના તમામ સભ્યોએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી હોય.

જણાવી દઈએ કે પરિવારના તમામ સભ્યોએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ તમામ મુમુક્ષોને અલગ-અલગ કરી દેવામાં આવ્યા હતા. છત્તીસગઢના રાજનાંદગામના ગંજ ચોકમાં રહેતા રહેતા 47 વર્ષના મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયાના પરિવારના સભ્યોએ જે સભ્યોએ દીક્ષા ગ્રહણ કરી છે તેમાં તેમની 45 વર્ષની પત્ની સપના ડાકલીયા, 22 વર્ષની દીકરી મહિમા ડાકલીયા, 16 વર્ષનો હર્ષિત, 18 વર્ષનો દેવેન્દ્ર ડાકલીયા સામેલ છે.

ભૂપેન્દ્ર ડાકલીયાની 20 વર્ષની દીકરી મુકતાનું સ્વસ્થ્ય ખરાબ હોવાના કારણે તેને દીક્ષા આપવામાં આવી નહોતી. હવે તેમની દીક્ષા ફેબ્રુઆરીમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp