રામ મંદિર માટે જમીન વેચી દાન કર્યા 1 કરોડ, પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યુ નિમંત્રણ

PC: opindia.com

અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિર નિર્માણ માટે 16 વીધા જમીન વેચીને 1 કરોડ રૂપિયા દાન કરનાર જિલ્લાના પહેલા દાનદાતાને પ્રાણ પ્રતિષ્ઠાન કાર્યક્રમ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે, અત્યાર સુધી તેમની પાસે નિમંત્રણ પત્ર પહોંચ્યું નથી, પરંતુ અયોધ્યા મંદિરથી ફોન આવ્યા બાદ જ પરિવાર ખુશ છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી સિયારામે શ્રીરામ મંદિર માટે કોર્ટનો નિર્ણય આવવા અગાઉ જ પોતાની 16 વીઘા જમીન વેચીને 1 કરોડ રૂપિયા દાન આપી દીધા હતા.

કદાચ તેઓ જિલ્લા અને રાજ્યના પહેલા વ્યક્તિ હતા જેમણે સુપ્રીમ કોર્ટના આદેશ આવવા અગાઉ જ દાન આપી ચૂક્યા હતા અને તેમાં હવે મંદિર નિર્માણ માટે પહેલા દાનદાતાના રૂપમાં ઓળખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરના સિયારામ કોલોનીના રહેવાસી સિયારામ ઉમરવૈશ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સમર્પિત કાર્યકર્તા છે. તેમણે ઓક્ટોબર 2018માં શ્રીરામ મંદિર માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

તેમણે આ રકમ RSSના કાશી પ્રાંતને આપી હતી. તેમના રેકોર્ડ મુજબ તેઓ પહેલા દાનદાતા છે. સિયારામે એવો સંકલ્પ લીધો હતો કે તેઓ શ્રીરામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપશે. તેના માટે ધન એકત્ર કરવા માટે તેમણે પોતાની 16 વીઘા જમીન વેચ્યા બાદ જ્યારે પૈસા પૂરા ન થયા તો પોતાની વહુ-દીકરી અને સંબંધીઓ પાસેથી લગભગ 15 લાખ રૂપિયા ઉછીના લીધા. આ પ્રકારે તેમણે 15 કરોડ રૂપિયા એકત્ર કરીને 20 નવેમ્બર 2018ના રોજ મંદિર નિર્માણ માટે દાન કર્યા હતા.

આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો એ અગાઉ સિયારામ ગુપ્તાને પણ ફોન પર નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે, પત્ર અત્યારે તેમને મળ્યું નથી. સિયારામ ગુપ્તા શ્રીરામના અનન્ય ભક્ત છે. તેમણે પ્રતાપગઢમાં પ્રયાગરાજ રોડ પર એક મંદિર નિર્માણ કરાવ્યું અને અહી રહીને પૂજા અર્ચના કરે છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકો પણ ખૂબ ગદગદ નજરે પડી રહ્યા છે.

તેમની દીકરીનું કહેવું છે કે તેમના પિતાનો સંકલ્પ હતો કે ભગવાન શ્રીરામ મંદિર નિર્માણમાં તેમનું પણ નાનકડું યોગદાન અને અંશ વગેરે પહોંચી જાય તો તેમના અને તેમના પરિવારવાળા માટે સૌભાગ્યની વાત હશે. સિયારામના દાન આપવાના નિર્ણાયમાં તેમનો પરિવાર પૂરી રીતે સાથે હતો અને જ્યારે પૈસા ઓછા પડ્યા તો દીકરી, વહુ અને તેમના દીકરાઓએ પણ તેમાં પોતાનું યોગદાન આપ્યું અને એક કરોડ રૂપિયા એકત્ર કરીને ભગવાન શ્રીરામ મંદિર નિર્માણ માટે દાન આપી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp