થપ્પડ, લાકડીથી માર્યો, જમીન પર પછાડ્યો... જુઓ ગુરુકુળ આચાર્યની ક્રૂરતાનો વીડિયો

PC: aajtak.in

આ દિવસોમાં સીતાપુર સ્થિત એક ગુરુકુળના આચાર્યનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક વિદ્યાર્થીને બેરહેમીથી મારતો જોવા મળ્યો હતો. ગાલ પર થપ્પડ માર્યા પછી તેણે વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હતો. આ પછી પણ તેને સંતોષ ન થયો એટલે તેણે વિદ્યાર્થીને ઉપાડીને જમીન પર પછાડી દીધો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના સીતાપુર સ્થિત એક સંસ્કૃત શાળાના શિક્ષકની નિર્દયતાનો વીડિયો વાયરલ થયો છે. 2.12 મિનિટના આ વીડિયોમાં આચાર્ય એક વિદ્યાર્થીને બેરહેમીથી મારતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, મારપીટ દરમિયાન આરોપી આચાર્યએ વિદ્યાર્થીને ઉપાડીને જમીન પર ફેંકી દીધો હતો. વિદ્યાર્થી દયાની વિનંતી કરતો રહ્યો. પરંતુ આચાર્યને તેના પર દયા ન આવી. તે તેને મારતો રહ્યો.

પરંતુ ત્યાં હાજર કોઈએ આચાર્યનો આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે વીડિયોને ધ્યાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના સીતાપુરના સિધૌલી સ્થિત ગુરુકુલ (સંસ્કૃત શાળા)માં બની હતી. અહીં ભણાવતા આચાર્ય સતીષે વિદ્યાર્થી દીપકને નજીવી બાબતે બેરહેમીથી માર માર્યો હતો.

પહેલા તેણે વિદ્યાર્થીને ગુરુકુળમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. તે સમયે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. અને ત્યાર પછી અચાનક સતીષે દીપકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેને પહેલા થપ્પડ મારી. ત્યારપછી તેને લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું. આ પછી પણ તેને સંતોષ ન થયો એટલે તેણે વિદ્યાર્થીને ઉપાડીને જમીન પર ફેંકી દીધો. વિદ્યાર્થી વારંવાર દયાની ભીખ માંગી રહ્યો હતો.

પરંતુ તેમ છતાં આચાર્ય સતીષે વિદ્યાર્થી દીપકને મારવાનું ચાલુ રાખ્યું હતું. પાછળ ઉભેલા વિદ્યાર્થીઓ પણ દીપકને માર ખાતો જોતા રહ્યા. સતીશ એટલો ગુસ્સે હતો કે, અન્ય કોઈ વિદ્યાર્થીમાં દરમિયાનગીરી કરવાની હિંમત નહોતી. જો કે, ત્યાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો થોડી જ વારમાં જ વાયરલ થઈ ગયો. આચાર્યની આ હરકત જોઈને લોકો પણ ગુસ્સે થઈ ગયા. જ્યારે આ વીડિયો પોલીસ પાસે પહોંચ્યો તો તેઓએ તરત જ તેની તપાસ શરૂ કરી દીધી હતી.

જ્યારે, આ વીડિયોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વીડિયો લગભગ 3 મહિના જૂનો હોવાનું કહેવાય છે. સિધૌલી પોલીસ સ્ટેશનના વડા રાકેશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કર્યા પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

બજરંગ દળે પણ પોલીસને ફરિયાદ કરી છે. જ્યારે પોલીસ આરોપી શિક્ષક સતીશના ઘરે પહોંચી તો ત્યાં કોઈ મળ્યું ન હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ફક્ત બે વૃદ્ધ લોકો હતા, તેમની પૂછપરછ કરવામાં આવી છે. આરોપી શિક્ષક ત્યાંથી ફરાર થઇ ગયો હોવાનું કહેવાય છે, પરંતુ આચાર્યને પોલીસે કસ્ટડીમાં લીધા હોવાનું પણ લોક ચર્ચામાં સંભળાઈ રહ્યું છે, જોકે પોલીસ આ વાતને નકારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp