અમેઠી હાર બાદ સ્મૃતિ ઈરાની પહેલીવાર બોલ્યા- એ પણ સત્ય છે કે ત્યાં ગાંધી...
અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઇરાનીએ લોકસભામાં પોતાની હાર બાદ પહેલી વખત સાર્વજનિક રૂપે વાત કરી છે. તેમણે કહ્યું કે, અમેઠીની હારનું ઉચ્ચ નેતૃત્વ સ્તર પર વિશ્લેષણ થઇ ચૂક્યું છે. શું વાત થઇ, એ અહી નહીં બતાવી શકાય. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મેં તો અમેઠીમાં પોતાની ઉપસ્થિતિ રાખી, જે ત્યાં સાંસદને લઇને ફરિયાદ રહેતી હતી કે તેઓ મળતા નથી. હું તો 2 વખત અનસેફ સીટો પરથી લડી છું. મેં વર્ષ 2014, 2019 કે 2024માં પણ ટિકિટ માગી નહોતી. માગ્યા વિના જ મને પાર્ટીને તક આપી હતી.
સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં પોતાની હારને લઇને કહ્યું કે, મારા માટે મોટી જીત એ છે કે ત્યાંના ઘણા લોકોએ કહ્યું કે, હું વાપસી કરીશ. મારા પર જનતાનો આ ભરોસો જ મારી જીત છે. તેમણે એક ટોપ એંગલ નામના પોડકાસ્ટમાં કહ્યું કે, હું જ્યારે અમેઠી ગઇ તો ત્યાં 4 લાખ લોકો માટે ઘર બનાવ્યા. સાડા 3 લાખ લોકોના ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા. એવા 500 ગામ હતા, જ્યાં આઝાદી બાદ અત્યાર સુધી રસ્તા નહોતા. મેં 80 હજાર લોકોને ગેસ કનેક્શન અપાવ્યા. મારા માટે સફળતા એ છે કે 50 હજાર બાળકોને કેન્દ્રીય શાળામાં એડમિશન અપાવવામાં મદદ કરી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી હાર્યા હતા. નરેન્દ્ર મોદી જ એકલા એવા વ્યક્તિ છે જે ક્યારેય ચૂંટણી હાર્યા નથી. એટલું જ નહીં આ દરમિયાન તેમણે બદલાતા રાજકીય નેરેટિવની પણ વાત કરી અને કહ્યું કે, હવે જાતિને લઇને જે પ્રકારે વાતો થઇ રહી છે, એ પરેશાન કરનારી છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, આજે એ વિડંબના છે કે જાતિ અને ગૌત્ર સુધીની વાતો થઇ રહી છે. મને લોકો પૂછે છે કે તમે તો પારસી સાથે લગ્ન કર્યા છે. તમારા માતા અને પિતા કોણ હતા? તેમની જાતિ અને ગૌત્ર શું હતા.
240 લોકસભા સીટો જ જીતવા પર શું નરેન્દ્ર મોદી નબળા થઇ ગયા છે? આ સવાલ પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તેઓ નબળા નહીં થઇ શકે. મેં તેમને 20 વર્ષથી જોયા છે. અમેઠીને લઇને ખૂબ વાતો થઇ રહી છે, પરંતુ એ પણ સત્ય છે કે ત્યાં ગાંધી પરિવાર ચૂંટણી લડવા ન આવ્યો. મેં 2019માં કોંગ્રેસના અધ્યક્ષને હરાવ્યા હતા. એ તથ્યને કોઇ મટાડી નહીં શકે. ખબર હોત કે હું અમેઠી હારવાની છે, તો ગાંધી પરિવારથી કોઇને કોઇ જરૂર લડતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp