સ્મૃતિ ઈરાની, મુંબઈ પોલીસ અને IASને ગમ્યો આ વીડિયો, વીડિયોએ બધાને હસાવ્યા

PC: instagram.com

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય કોઈને ખબર નથી હોતી. હવે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના પર સામાન્ય લોકોથી લઈને કેન્દ્રીય મંત્રી અને સોશિયલ મીડિયા યુઝર્સથી લઈને IAS પણ ફની કમેન્ટ કરી રહ્યા છે. વીડિયો જોઈને તમે પણ હસ્યા વિના નહીં રહી શકો અને તમે પણ આ વીડિયોને પોતાની સાથે થનારી કોઈ ને કોઈ ઘટના સાથે જોડી શકો છો. ઉલ્લેખનીય છે કે કોઈ કાર્યક્રમમાં વાજિંત્રો વગાડી રહેલા સંગીતકારોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમના ચહેરા હાસ્યાસ્પદ ભાવ અને અતિ ઉત્સાહમાં વાજિંત્રો વગાડવાની રીત જોઈને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે.

વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને અલગ અલગ રીતે પોતાની સાથે જોડી રહ્યા છે. તેના પર ખૂબ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં 4 સંગીતકારો મંચ પર બેઠા નજરે પડી રહ્યા છે અને પારંપરિક કપડા પહેરલા હોય છે અને તબલા અને હાર્મોનિયમ સહિત અન્ય વાજિંત્રો વગાડતા અને જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે.

ટ્વીટર પર વીડિયો વાયરલ થાય બાદ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, જ્યારે તમારા CA મિત્ર માર્ચ મહિનાના અંતમાં કામ કરી રહ્યા હોય તો આ રીતે જ દેખાય છે.

આ વીડિયોને મુંબઈ પોલીસના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો છે અને લોકોને સંદેશ આપતા લખવામાં આવ્યું કે ‘હેકર્સ, નબળા પાસવોર્ડ (SIC)ના કારણે તમારા ખાતામાં પહોંચી જાય છે તો આ રીતેની ખુશી થાય છે.

આ વીડિયોને છત્તીસગઢના વર્ષ 2009 બેચના IAS અધિકારી અવનીશ શરણે પણ ટ્વીટ્સ પર શેર કર્યો અને મજાકીયા અંદાજમાં લખ્યું, માર્ચ મહિનામાં કર્મચારી કામનું પ્રદર્શન કરતા. તો અન્ય એક સોશિયલ મીડિયા યુઝર્સે ફની વીડિયો શેર કરતાં લખ્યું, જ્યારે કડાઈમાં ખૂબ જ ગરમ તેલમાં જીરું નાખી દેવામાં આવે તો એવું જ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp