સ્કુટીના હેંડલમાંથી અચાનક સાપ નીકળ્યો, સવાર ગભરાઇને ભાગ્યો, જુઓ વીડિયો

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશમાં ચાલુ સ્કૂટીમાંથી અચાનક એક સાંપ નીકળી આવ્યો. સ્કૂટી ચાલક જ્યારે શહેરના રેલવેગંજના નન્હે ચોક પાસે પહોંચ્યો તો અચાનક સ્કૂટીના હેન્ડલમાંથી નીકળેલા સાંપને જોઈને તે ગભરાઈ ગયો, ત્યારબાદ ઝડપથી સ્કૂટી સાઇડ પર ઊભી કરી અને પછી બૂમ પાડવા લાગ્યો. તેનાથી ઘટનાસ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. સખત મહેનત બાદ સાંપને કાઢવામાં આવ્યો. ત્યારબાદ કોથળામાં લઈને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો. ભીડ દ્વારા સ્કૂટીથી સાંપ કાઢવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોતવાલી શહેરના ઇશ્વરીપુરવાનો રહેવાસી વિવેક શહેરમાં ખાનગી નોકરી કરે છે. મંગળવારની મોડી રાત્રે વિવેક પોતાની સ્કૂટીથી રેલવેગંજમાં નન્હે ચોક તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સ્કૂટીમાં હેન્ડલ પાસે અચાનક સાંપ જોયો. તેનાથી તે ગભરાઈ ગયો. સ્કૂટીને રોડના કિનારે ઊભી કરીને ભાગી નીકળ્યો. તેનાથી લોકોની ભીડ ભેગી થઈ ગઈ. ત્યારબાદ લોકોએ જોયું કે, સાંપ સ્કૂટીના વાઈજરમાં સાંપ છુપાઈ ગયો. ત્યારબાદ રેલવે સ્ટેશમના માલ ગોદામ પર લઈ જઈને એક નાનકડી લાકડીથી સાંપ કાઢવામાં આવ્યો. વિવેક તેને જંગલમાં છોડવા માટે એક કોઠળામાં બંધ કરીને ગામ તરફ નીકળી ગયો.

જુલાઇ 2023માં પણ એક એવી જ ઘટના છત્તીસગઢમાં સામે આવી હતી. શહેરમાં એ સમયે ડરનો માહોલ બની ગયો, જ્યારે બાઇક પર સવાર વ્યક્તિને ખબર પડી કે તેની ગાડીમાં સાંપ ઘૂસી ગયો છે. એ વ્યક્તિએ બાઇકને ત્યાં જ રોકી દીધી. ત્યારબાદ સ્નેકમેન નામથી પ્રખ્યાત સત્યમ દૂબેને બોલાવ્યો. તે જલદી જ ત્યાં પહોંચ્યો અને પછી શરૂ થયું સાંપને બાઇકમાં શોધવાનું કામ. સત્યમે ખૂબ જ સાવધાનીથી સાંપને બહાર કાઢ્યો અને પછી તેને પકડી લીધો.

તો આ દરમિયાન સાંપને પકડતો જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ. જો કે, આ દરમિયાન કોઈને પણ હાનિ ન થઈ અને સ્નેકમેન સત્યમે સાંપને બાઇકમાંથી કાઢીને રેસ્ક્યૂને અંજામ આપ્યો. સત્યમ દૂબે આખા સરગુજા ક્ષેત્રમાં અને છત્તીસગઢમાં પણ સ્નેકમેન નામથી પ્રખ્યાત છે. સરગુજા કે અંબિકાપુરમાં જો ક્યાંય સાંપ નીકળે છે કે દેખાય છે તો તરત જ સત્યમને ફોન લાવવામાં આવે છે. સત્યમ ઘટનાસ્થળ પર પહોંચે છે અને પછી ત્યાં સાંપનું રેસ્ક્યૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp