ખૂબ ખરાબ છે કોંગ્રેસનો 99નો આંકડો, કેન્દ્રીય મંત્રીએ એમ શા માટે કહ્યું?

PC: indianexpress.com

લોકસભાના બજેટ પર વિમર્શ દરમિયાન શુક્રવારે JDUના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહે જનતા દલ યુનાઇટેડ (JDU), તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનને ફેવિકોલની જોડ બતાવ્યું અને કહ્યું કે, આ પ્રી પોલ અલાયન્સ છે, જે હંમેશાં બન્યું રહેશે. NDAમાં JDU સહજ રહેવાના સંકેત આપતા તેમણે વિપક્ષી ગઠબંધનની તુલના ગીધ સાથે કરી અને કહ્યું કે, અમે તમારી સાથે રહીને જોઇ ચૂક્યા છીએ. તમે લોકો ગિધની જેમ ચાચ મારી રહ્યા હતા. ત્યારે એ તરફથી આ તરફ આવી ગયા.

લલન સિંહે કોંગ્રેસના 99 સાંસદોની સંખ્યાના સંદર્ભમાં લૂડો રમત સાથે જોડી અને કહ્યું કે, લૂડોમાં 99નો આંકડો ખૂબ ખરાબ હોય છે કેમ કે એ સંખ્યા પર સાંપ ક્યારેક ડંખ મારે છે તો સીધા નીચે આવી જાવ છો. અત્યારે આ પહેલું વર્ષ છે. 5 વર્ષ બાદ કોંગ્રેસ ક્યાંય નજરે નહીં પડે. લલન સિંહે બજેટને સરકારનો સંકલ્પ દર્શાવનારું બતાવ્યું અને કહ્યું કે, 3 દિવસથી થઇ રહેલી ચર્ચા જોઇને લાગી રહ્યું છે કે બજેટ પર નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા પર ચર્ચા થઇ રહી છે.

કેન્દ્રીય મંત્રી લલન સિંહે વિપક્ષી સભ્યોના એ નિવેદન પર પણ પલટવાર કર્યો, જેમાં બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને વધુ મહત્ત્વ આપવાની વાત કહેવામાં આવી છે. લલન સિંહે પ્રતિ પ્રશ્ન કર્યો કે શું આ બંને રાજ્ય દેશનો હિસ્સો નથી? ઉલ્લેખનીય છે કે વિપક્ષે બજેટને ‘સરકાર બચાવો બજેટ’ બતાવ્યું હતું. લલન સિંહે બજેટમાં વિપક્ષને મુદ્દા પણ બતાવ્યા. લલન સિંહે કહ્યું કે, વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે રોજગાર પર ચર્ચા થઇ રહી નથી. તેમને દેખાઇ રહ્યું નથી.

લલન સિંહે કહ્યું કે, વડાપ્રધાને બજેટના માધ્યમથી અત્યારે તો પહેલી ગૂગલી જ ફેંકી છે, જેના પર વિપક્ષ બોલ્ડ થઇ ગયું. હજુ 5 વર્ષ બાકી છે. લલન સિંહે અભિષેક બેનર્જીને પણ આડેહાથ લીધા. તેમણે કહ્યું કે, અમને અભિષેક પાસે આશા હતી કે બંગાળમાં મહિલાઓના ચીરહરણ પર બોલશે. માફી માગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp