'તો અમે શપથ નહીં લઈએ...', અકબરુદ્દીન ઓવૈસીના પ્રોટેમ સ્પીકર બનવાથી નારાજ BJP MLA
તેલંગાણામાં, AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીને રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન દ્વારા તેમની નિમણૂક પછી AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ શનિવારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. BJPના ધારાસભ્ય T રાજા સિંહ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. ગોશામહલથી BJPના ચૂંટાયેલા ધારાસભ્ય T રાજા સિંહ ધારાસભ્ય તરીકે શપથ લેશે નહીં. તેમણે અકબરુદ્દીન ઓવૈસીના કારણે શપથનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
બંધારણની કલમ 188 હેઠળ, ચૂંટાયેલા સભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લે છે અને સહી કરે છે. પ્રોટેમ સ્પીકર ગૃહના અસ્થાયી અધિકારી છે. તેનું કામ એસેમ્બલી સત્રનું સંચાલન કરવાનું છે, જ્યાં સુધી નવા ચૂંટાયેલા સભ્યો શપથ ન લે અને સત્તાવાર સ્પીકર ચૂંટાય નહીં. વિધાનસભાના કાયમી અધ્યક્ષની પસંદગી થતાં જ પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. ચંદ્રયાનગુટ્ટાના ધારાસભ્ય નવનિયુક્ત ધારાસભ્યોને શપથ લેવડાવશે.
BJPના ધારાસભ્ય T રાજા સિંહે કહ્યું કે, તેઓ ધારાસભ્યોની સાથે શપથ લેશે નહીં. T રાજા સિંહે આરોપ લગાવ્યો કે, CM A રેવંત રેડ્ડી, પણ તેમના પુરોગામીની જેમ, AIMIMથી ડરતા હતા અને તેથી અકબરુદ્દીનને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે નવી સરકાર તરીકે કોંગ્રેસના CM રેવંત રેડ્ડીની નિમણૂક પછી તેમનો અસલી ચહેરો સામે આવ્યો છે. CM રેવંત રેડ્ડી કહેતા હતા કે AIMIM, BJP અને BRS એક છે. આજે જનતાને ખબર પડી ગઈ છે કે, કોણ કોની સાથે છે?
T રાજા સિંહે કહ્યું કે, અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. 15 મિનિટમાં 100 કરોડ હિંદુઓને મારવાની વાત કરનાર નેતા પાસેથી હું શપથ નહીં લઉં. અમે આ બહિષ્કારનો વિરોધ કરીશું. તેમણે કહ્યું કે બીજા દિવસે અમે નવા ફુલ ટાઈમ સ્પીકરની કેબિનમાં જઈને શપથ લઈશું. અહીં તમને જણાવી દઈએ કે, અકબરુદ્દીન ઓવૈસી છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે. પ્રોટોકોલ અનુસાર, ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp