23 વર્ષની છોકરી પર ગેરકાયદેસર બેનર પડતા ટેન્કર સાથે અથડાઇને મોત

PC: ndtvimg.com

ચેન્નઈમાં ગરુવારે એક 23 વર્ષીય સોફ્ટવેર એન્જિન્યિર સુભાશ્રીનું મૃત્યુ થયું હતું. તેના ઉપર એક ગેરકાયદેસર બેનર પડ્યું અને પછી તે ટેન્કર સાથે અથડાઈ ગઈ જેનાથી તેનું મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. સાંજે તે ઓફિસથી ઘરે જઈ રહી હતી તે સમયે તેના ઉપર એક માટું બેનર પડ્યું, તેના થોડા જ ક્ષણોમાં તે ટેન્કર જોડે અથડાઈ ગઈ અને તેના માથા પર ગંભીર ઈજા થઈ ગઈ. ઘટના જોનાર એક વ્યક્તિએ કહ્યું કે, તેણે હેલ્મેટ પહેરેલું હતું.બેનરમાં રાજ્યના મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી અને ઉપ મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ સાથે પૂર્વ મુખ્યમંત્રી જયલલીતાના ફોટા લાગેલા હતાં. જેને એક સત્તાકીય AIADMK ના સ્થાનિક નેતાએ લગાડેલું હતું.

આ સ્થાનિક નેતાનું નામ સી જયગોપાલ છે. જેણે આ બેનર તેના પરિવારના એક લગ્ન માટે લગાડ્યા હતા. જેમાં ભાગ લેવા માટે પનીરસેલ્વમ અને પલાનીસ્વામી આવવાના હતા.

 

ચેન્નઈ પોલીસનું કહેવું છે કે, બેનર ગેરકાયદેસર રીતે લગાડવામાં આવ્યા હતા. જેને આ બેનર લગાડેલા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. બેનર છાપનારી પ્રેસને પણ સીલ કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ રાજ્યમાં બનેલી ઘટના પછી વિપક્ષ હુમલો કરી રહી છે. DMKના અધ્યક્ષ એમકે સ્ટાલિને પૂછ્યું કે, સત્તાના લાલચી અને અરાજક્તાવાદી શાસન હજુ કેટલા લોકોનો ભોગ લેશે, સુભાશ્રીની મોત સરકારની બેદરકારીને કારણે થઈ છે. ગેરકાયદેસર બેનરે એક જિંદગી છીનવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp