58 વર્ષે સાસૂએ દીકરાને જન્મ આપ્યો,વિધવા વહુ કહે- સંપત્તિ માટે વારસદાર પેદા કર્યો

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના આગ્રામાં ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં રવિવારે એક અલગ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. 58 વર્ષની વયે જ્યારે સાસુએ પુત્રને જન્મ આપ્યો, ત્યારે તેની વિધવા પુત્રવધૂએ હોબાળો મચાવ્યો હતો. તેણે તેના સાસુ-સસરા પર એવો આરોપ મૂક્યો કે, તેને મિલકતમાં હિસ્સો ન આપવો પડે એટલે તેનાથી બચવા માટે આ ઉંમરે નવા વારસદારને જન્મ આપ્યો છે. કાઉન્સેલિંગ કાર્ય પછી પણ ઉકેલ આવી શક્યો ન હતો. હવે તેમને આગળની તારીખ આપવામાં આવી છે.

સૈયાની રહેવાસી યુવતીએ જણાવ્યું કે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા કમલા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી જિમ સંચાલક સાથે થયા હતા. પતિનું બે વર્ષ પહેલા જ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેને કોઈ સંતાન નથી. પતિના અવસાન થયા પછી તે તે તેના પિયરના ઘરે રહેવા ચાલી ગઈ હતી. તેનો પતિ તેના માતાપિતાનું એકમાત્ર સંતાન હતું. તેણે તેના સાસુ-સસરા પાસે મિલકતમાં હિસ્સો આપવાની માંગ કરી. તેણે ન આપવા પર આ આખો મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો હતો. રવિવારે બંને પક્ષોને કાઉન્સેલિંગ માટે સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા.

અહીં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેણે તેના સાસરિયાઓ પાસે તેના પતિની સંપત્તિમાં હિસ્સો માંગ્યો હતો. પરંતુ, સાસુ અને સસરા તેને તે હિસ્સો આપવા માંગતા નથી. પાંચ મહિના પહેલા જ સાસુએ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો હતો. સાસુ અને સસરાએ આ ઉંમરે પણ નવા વારસદારને જન્મ આપ્યો છે. તેઓ તેમની તમામ મિલકત તેના નામે જ કરવા માંગે છે.

સસરાએ કહ્યું કે, તે તેની પુત્રવધૂને ગામના ઘરમાં રહેવા માટે કહી રહ્યો છે, પરંતુ તે ત્યાં રહેવા માટે નથી. તેના પર પુત્રવધૂએ કહ્યું કે, સાસુ અને સસરા કહે છે કે, આપણા વડવાઓના ગામમાં જ રહો. ત્યાં કોઈ ઘર બાંધ્યું નથી. ઘર બન્યા પછી જ તે ત્યાં રહી શકશે. જ્યારે કાઉન્સેલિંગમાં આ મામલો ઉકેલી શકાયો ન હતો, ત્યારે બંને પક્ષકારોને આગળની તારીખ આપવામાં આવી હતી. પરંતુ હાલમાં તો આ મહિલાના 58 વર્ષની ઉંમરે બાળકના જન્મને લઈને આખા ગામ શહેરમાં ચર્ચાના કેન્દ્રમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp