એરબેગ ન ખૂલતા ગયો દીકરાનો જીવ, મહિન્દ્રા સહિત 13 કર્મચારીઓ પર નોંધાવ્યો કેસ

PC: indiatoday.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વ્યક્તિએ આનંદ મહિન્દ્રાની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિત ગંભીર કલમો હેઠળ રાયપુરવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પીડિતનો આરોપ છે કે મહિન્દ્રના કર્મચારીઓએ એરબેગ વિનાની સ્કૉર્પિયો વેચી દીધી, જેથી થયેલા અકસ્માતમાં તેના એકમાત્ર પુત્રનું મોત થઈ ગયું. જુહીના રહેવાસી રાજેશ મિશ્રાએ જણાવ્યું કે, 2 ડિસેમ્બર 2020ના રોજ જરીબ પોલીસ સ્ટેશન સ્થિત તિરૂપતિ ઓટોથી તેણે કાળા રંગની સ્કૉર્પિયો 17.39 લાખ રૂપિયામાં ખરીદી હતી.

કંપની દ્વારા ગાડીઓની વિશેષતા અને સુરક્ષા બાબતે બતાવવામાં આવ્યું હતું. તેણે પણ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આનંદ મહિન્દ્રા દ્વારા દેખાડવામાં આવેલી જાહેરાત જોઈ હતી. સ્કૉર્પિયો લઈને તેમણે પોતાનો એકમાત્ર દીકરો ડૉ. અપૂર્વ મિશ્રાને ગિફ્ટ આપી હતી. 14 જાન્યુઆરી 2022ના રોજ અપૂર્વ મિત્રો સાથે લખનૌથી કાનપુર ફરી રહ્યો હતો. ત્યારે જ ધુમ્મસના કારણે ગાડી ડિવાઈડર સાથે ટકરાઇને પલટી ગઈ અને અપૂર્વનું મોત થઈ ગયું હતું.

29 જાન્યુઆરીના રોજ તે તિરૂપતિ ઓટો ગયો અને ગાડીની ખામીઓ બાબતે જણાવ્યું અને અકસ્માત વખત સીટબેલ્ટ લગાવ્યો હોવા છતા એરબેગ ન ખૂલવાની ફરિયાદ કરી અને છેતરપિંડી કરીને ગાડી વેચવાનો આરોપ લગાવ્યો. પીડિત રાજેશે કહ્યું કે, જો ગાડીની સારી રીતે ચેકિંગ કરવામાં આવ્યું હોત તો અકસ્માતમાં દીકરાનું મોત ન થતું. આરોપ છે કે, આ મુદ્દા પર વાત કરતા કંપનીના કર્મચારી બહેસ કરવા લાગ્યા અને ત્યારે તેણે ડિરેક્ટર ચંદ્ર પ્રકાશ ગુરનાની. વિક્રમ સિંહ મેહતા, રાજેશ ગણેશ જેજુરિકર, મુથૈયા મુરગપ્પન, વિશાખા નિરુભાઈ દેસાઇ.

નિસબાહ ગોદરેજ, આનંદ ગોપાલ મહિન્દ્રા, સિખા સંજય શર્મા, વિજય કુમાર શર્માને ફોન કરીને બધી વાત જણાવી. પીડિતનો આરોપ છે કે, કંપનીના મેનેજર વગેરેએ ડિરેક્ટરોના નિર્દેશ પર તેમના અને તેમના પરિવાર સાથે ગાળાગાળી કરી અભદ્રતા કરી અને જીવથી મારવાની ધમકી આપવામાં આવી. ત્યારબાદ સ્કૉર્પિયો ઉઠાવીને રૂમા સ્થિત મહિન્દ્રા કંપનીના શૉ રૂમમાં ઊભી કરવામાં આવી. તેમનો આરોપ છે કે ગાડીમાં કંપની દ્વારા એરબેગ જ લગાવવામાં આવ્યા નહોતા. પીડિતે કોર્ટના માધ્યમથી આનંદ ગોપાલ મહિન્દ્રા સહિત 13 લોકો વિરુદ્ધ રાયપુરવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે કેસમાં ટેક્નિકલ વિઝિટ લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp