વૃદ્ધ માતાનું શબ છોડીને ભાગ્યો દીકરો, પછી પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યા અંતિમ સંસ્કાર

PC: twitter.com

લખનૌમાં એક વ્યક્તિ મૃત માતાના શબને છોડીને હૉસ્પિટલથી ફરાર થઈ ગયો. બે દિવસ સુધી પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન મળ્યો. તેનો મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. અંતે પોલીસે દીકરાની ફરજ નિભાવી અને મૃત મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા. આ ઘટના બાદ લોકો પોલસકર્મીના વખાણ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 14 ઓક્ટોબરના રોજ આશિયાનાના રહેવાસી 65 વર્ષીય એક મહિલાને તેના દીકરાએ લોકબંધુ હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી, પરંતુ બે દિવસ અગાઉ બીમાર મહિલાનું હૉસ્પિટલમાં મોત થઈ ગયું.

જેવી જ ડૉક્ટરોએ મહિલાના દીકરાને તેની જાણકારી આપી, તેવો જ તે ગાયબ થઈ ગયો. ખૂબ શોધખોળ બાદ પણ તેની જાણકારી ન મળી શકી. ત્યારબાદ પોલીસને ખબર આપવામાં આવી. પોલીસ મહિલાના ઘરે પહોંચી તો ત્યાં પણ તાળું લાગેલું હતું. મહિલાના દીકરાનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. એવામાં ગત સાંજે કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરે દીકરાની ફરજ નિભાવતા મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા. તેમણે પોતે પોતાના હાથોથી ચિતાને મુખાગ્નિ આપી. તેઓ જ તેને હૉસ્પિટલથી સ્મશાન ઘાટ લઈને પહોંચ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો દીકરો મૂળ રૂપે હરદોઇ જિલ્લાનો રહેવાસી છે. તે દહાડી મજૂર છે. રોડના કિનારે લારી લગાવે છે, જ્યારે તેને માતાના મોતના સમાચાર આપવામાં આવ્યા તો તે હૉસ્પિટલથી ફરાર થઈ ગયો. પોલીસ જ્યારે તેના ઘરે ગઈ તો ત્યાં તાળું લાગેલું હતું. તેનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. આડોશ પાડોશમાં કોઈને પણ તેની બાબતે ખબર નહોતી. એવામાં બે દિવસ બાદ પોલીસે પોતે જ તેની માતાના અંતિમ સંસ્કાર કરાવી દીધા. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પ્રભારી વિક્રમ સિંહે આ અંગે મહિતી આપતા જણાવ્યું કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત લોકબંધુ હૉસ્પિટલમાં 65 વર્ષીય મીનુ દેવીને સારવાર માટે દાખલ કરાવવામાં આવી હતી.

જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોડી રાત્રે મીનુ દેવીનું મોત થઈ ગયું. તો માતાના મોત બાદ દીકરો રામજીત માતાના શબને લોકબંધુ હૉસ્પિટલમાં છોડીને હરાર થઈ ગયો. હૉસ્પિટલ પ્રશાસનની જાણકારી પર પહોંચેલી કૃષ્ણાનગર પોલીસે મૃતકના શબનું પંચનામું ભરીને હૉસ્પિટલના મોર્ચૂરીમાં રખાવીને મૃતકોના ઘરના સભ્યોને બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન આવ્યા તો રવિવારે કૃષ્ણ નગર પોલીસે મૃતિકાન શબને પોસ્ટમોર્ટમ માટે લોકબંધુ હૉસ્પિટલથી મેડિકલ કૉલેજ મોકલી આપવામાં આવ્યું અને તેના દીકરાની શોધખોળમાં લાગી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp