બાળકને જોઈ PM મોદીએ કહ્યું- 'દીકરા...તારો હાથ દુઃખી જશે, તે ઘણું કર્યું...

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ જનસભાને પણ સંબોધિત કરી અને ઘણી વાતો કહી. PM મોદીની આ જાહેરસભા દરમિયાન PM નરેન્દ્ર મોદીનો એક બાળક પ્રત્યેનો અદભૂત પ્રેમ પણ જોવા મળ્યો હતો. હકીકતમાં જ્યારે PM મોદી સ્ટેજ પરથી પોતાનું સંબોધન આપી રહ્યા હતા, ત્યારે આ બાળક હાથ હલાવીને PM મોદી તરફ ઈશારો કરી રહ્યો હતો. સ્ટેજ પરથી PM મોદીની નજર આ બાળક પર પડી. ત્યાર પછી PM મોદીએ બાળકને કહ્યું, 'દીકરા... તારો હાથ દુખવા લાગશે. તમે ઘણું કર્યું.'

આ પછી PM મોદીએ બાળક તરફ હાથ લહેરાવ્યો અને કહ્યું, 'મળી ગયો મને... દીકરા... મળી ગયો... મને તારો પ્રેમ મળી ગયો. હવે તારો હાથ દુઃખી જશે, દીકરા. હવે હાથ નીચે કરો, મને મળી ગયો છે.' આ પછી, તેના સંબંધીના ખભા પર સવાર બાળકે તેના હાથ નીચા કરી દીધા. બાળકે હાથ નીચા કર્યા તો PM મોદીએ કહ્યું, 'શાબાશ, તમે સમજદાર છો.'

PM નરેન્દ્ર મોદીએ આ રેલીમાં કહ્યું કે, તેમની સરકાર આદિવાસીઓના હિત માટે કામ કરી રહી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસને માત્ર ચૂંટણી સમયે જ ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની યાદ આવે છે. PM મોદી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. PM મોદીએ કહ્યું કે, હું ઝાબુઆમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે નહીં, પરંતુ તમારા સેવક તરીકે આવ્યો છું. મધ્યપ્રદેશમાં અમારી ડબલ એન્જિન સરકાર બમણી ઝડપે કામ કરી રહી છે.' થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે PM મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. તેમણે કહ્યું કે, 'અમે વોટ માટે નહીં, પરંતુ આદિવાસીઓના સ્વાસ્થ્ય માટે સિકલ સેલ એનિમિયાની વિરુદ્ધ  અભિયાન શરૂ કર્યું છે.'

તેમણે કહ્યું કે, 'કોંગ્રેસને માત્ર ચૂંટણી વખતે જ ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની યાદ આવે છે.' PM મોદીએ કહ્યું, 'જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય છે, ત્યારે તે લોકોને લૂંટે છે અને જ્યારે તે સત્તાની બહાર હોય છે, તો તે લોકોને લડાવવાનું કામ કરે છે.' તેમણે કહ્યું, 'લૂંટ અને ભાગલા એ કોંગ્રેસનો ઓક્સિજન છે.' PM મોદીએ કહ્યું કે, સંસદમાં વિપક્ષના નેતાઓ પણ હવે સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને સમર્થન આપી રહ્યા છે. તેઓ 'અબ કી બાર 400 પાર' વિશે વાત કરી રહ્યા છે.' PM મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)નું 'કમળ' પ્રતીક લોકસભા ચૂંટણીમાં 370થી વધુ બેઠકો જીતશે. PM મોદીએ મતદારોને 370 લોકસભા બેઠકો જીતવા માટે BJP માટે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં દરેક બૂથ પર 370 વધારાના મતોની ખાતરી કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp