સોનમ સિદ્દિકીએ લક્ષ્મી બનીને ‘વિષ્ણુ’ સાથે કર્યા લગ્ન, અયોધ્યા દર્શન કરવા જશે

PC: amarujala.com

ઉત્તર પ્રદેશમાં 12 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક લગ્નગ્રંથીથી જોડાઇ ગયા છે. યુવતીનું કહેવું છે કે ભગવાન રામમાં તેને અપાર શ્રધ્ધા છે અને લગ્ન પછી અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા જશે. સોનમ સિદ્દિકીએ લક્ષ્મી બનીને ‘વિષ્ણુ’ સાથે લગ્ન કરી લીધા છે. તેણીએ કહ્યું કે, મેં મારી મરજીથી ધર્મ બદલ્યો છે.

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મુસલમાન યુવતીએ ધર્મ બદલીને હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકે મંદિરમાં એકબીજાને વરમાળા પહેરાવીને પ્રભુતામાં પગલા પાડી દીધા છે. 26 વર્ષની મુસ્લિમ યુવતી સોનમ સિદ્દિકીએ પોતાનું નામ બદલીને લક્ષ્મી કરી દીધું છે અને પતિ તરીકે હિંદુ યુવક વિષ્ણુ પર પસંદગી ઉતારી છે.

સોનમમાંથી લક્ષ્મી બનેલી યુવતીએ કહ્યું કે, તે ત્રિપલ તલાક અવે હલાલ જેવી પ્રથાની વિરોધી છે. તેણીને ભગવાન રામમાં આસ્થા છે અને એટલે જ તેણીએ હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે. યુવતીએ પોતાના પરિવાર તરફથી જોખમ હોવાની પણ વાત કરી છે.

આ મામલો દેવરનિયા પોલીસ સ્ટેશનના એક ગામનો છે. સોનમે વિષ્ણુની સાથે અહીં એક મંદિરમાં સાત ફેરા લીધા હતા. સોનમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,તે 12 વર્ષથી વિષ્ણુને ઓળખે છે. પહેલાં દોસ્તી થઇ, પછી પ્રેમ થયો અને સાથે જીવવા-મરવાના કસમ ખાધા હતા. સોનમે સનાતન ધર્મ અપવાનીને વિષ્ણુ મોર્ય સાથે લગ્ન કરી લીધા છે.

સોનમે કહ્યું કે, થોડા સમય પહેલાં તેના લગ્ન પરિવારે અન્ય યુવક સાથે નક્કી કરી દીધા હતા, પરંતુ તેણે વિષ્ણુ સાથે જ જિંદગી જીવવાનું નક્કી કરી લીધું હતું. એટલે હિંદુ ધર્મનો સ્વીકાર કરી લીધો અને વિષ્ણ સાથે લગ્ન કર્યા.

સોનમે કહ્યુ કે, તેણીનો પરિવાર લગાતાર તેના પતિ વિષ્ણુને ધમકી આપી રહ્યો છે, પરંતુ હું કોઇ પણ સંજોગોમાં વિષ્ણુને છોડવાની નથી. સોનમે કહ્યું કે, તે ટુંક સમયમાં પોલીસને મળીને ફરિયાદ નોંધાવશે. તેણીએ કહ્યું કે, હું અને વિષ્ણું ટુંક સમયમાં અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા માટે જવાના છે.

સોનમે કહ્યું કે, તેણીએ પોતાની મરજીથી ધર્મ બદલ્યો છે, કોઇએ દબાણ કર્યુ નથી. તેણે કહ્યુ કે, મને ત્રિપલ તલાકનો ડર હંમેશા રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp