પતિ ઘરે ના આવ્યો તો પત્નીએ 3 બાળકોને કૂવામાં ફેંક્યા, 2ના મોત

PC: premieresales.com

કોરોના વાયરસને કાબૂ કરવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેને કારણે હજારો લોકો બીજા રાજ્યોમાં ફસાયા છે. એક મામલામાં ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં રહેતી એક મહિલાનો પતિ ચેન્નાઈમાં ફસાયો છે, આ વાતને લઈને ચિંતિત મહિલા ગત રાત્રે પોતાના ત્રણેય બાળકોને કુવામાં ફેંકીને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. પડોશીઓને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે બૂમાબૂમ શરૂ કરી. ત્યારબાદ તમામ લોકો ત્યાં ભેગા થઈ ગયા અને બાળકોને બચાવવા માટેના પ્રયત્નો કરવા માંડ્યા.

કોઈકરીતે ગ્રામીણોએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા, જેમાંથી બે બાળકોના મોત થઈ ગયા. પોલીસે જીવિત બાળકીને ઘટના વિશે પૂછ્યું, તો તે ડરના માર્યા કંઈ પણ કહી ના શકી. આ ઘટના કૈમહાંડાંડ ટોલેની છે. ટોલા નિવાસી વિજય છેલ્લાં 10 મહિનાથી ચેન્નાઈમાં કામ કરી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન છે, જેને કારણે તે ઘરે પાછો ના આવી શક્યો. આ જ કારણે તેની પત્ની ચિંતિત રહેતી હતી.

ગત રાત્રે આશરે સાડા 11 વાગ્યે દેવંતીએ પોતાની દીકરી અનુ, દીકરા અનુજ અને એક વર્ષીય દીપાંશુને કુવામાં ફેંકી દીધા. પડોશી રામ દુલારેની પત્નીના જણાવ્યા અનુસાર, દેવંતીએ રાત્રે દરવાજો ખખડાવ્યો. બહાર આવવા પર તેણે જણાવ્યું કે, તેના બાળકો કુવામાં પડીને મરી ગયા છે અને એક જીવિત છે. ત્યારબાદ તે રડતા-રડતા ત્યાંથી ભાગી ગઈ હતી. પડોશી મહિલાએ બૂમાબૂમ કરતા લોકો બચાવમાં આવ્યા. કોઈકરીતે ગામના એક યુવકે ત્રણેય બાળકોને બહાર કાઢ્યા પરંતુ ત્યાં સુધીમાં અનુજ અને દીપાંશુના મોત થઈ ગયા હતા, જ્યારે અનુ જીવિત છે.

બાળકી ખૂબ જ ડરી ગઈ છે. ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ બાળકીની પૂછપરછ કરી રહી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મહિલાની ગામમાં અને તેના પિયર સુધી તપાસ કરવામાં આવી રહી છે. અનુને ગામના એક યુવકે કુવામાં કુદીને બહાર કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp