ધનખડે જયરામને બતાવ્યા ઇન્ટેલિજેન્ટ તો ખરગે બોલ્યા-શું હું મંદબુદ્ધિ છું? મને..
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યાવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મંગળવારે સદનમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખરગે અને ચરમેન જગદીપ ધનખડ વચ્ચે લાંબી દલીલ થઈ ગઈ. આ દરમિયાન ચેરમેનની એક વાત પર કહ્યું કે, તમે મને મંદબુદ્ધિ બતાવી રહ્યા છો. પછી ધનખડે કહી દીધું કે તમારા દિલમાં ચેર પ્રત્યે એટલી નફરત ભરેલી છે કે આ અગાઉ એવું ક્યારેય જોયું નહીં હોય. સદનમાં કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારી ભાષણ આપી રહ્યા હતા. તેઓ મોદી સરકારને તેમના વાયદા અપાવી રહ્યા હતા.
તેમણે કાળા ધનને પરત લાવવા, 2 કરોડ રોજગાર આપવા જેવા વડાપ્રધાન મોદીના ઘણા વાયદાની ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગત સરકારો દરમિયાન ઇન્ટરનેશનલ બજારોમાં કાચા તેલની કિંમત ઘણી ઓછી થઈ ગઈ હતી. છતા આ સરકારે દેશમાં તેલના ભાવ ન ઘટાડ્યા. બની શકે કે વડાપ્રધાન મોદીએ પોતાના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે એમ કર્યું. તેના પર ચેરમેન જગદીપ ધનખડે આપત્તિ દર્શાવી અને કહ્યું કે, તમારી પાસે પુરાવા હોય તો પોતાની વાતો કહો.
તેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશ ઊભા થઈ ગયા. તેઓ ચેરમેનની વાતો કાપવા લાગ્યા. તેના પર ધનખડે કહ્યું કે, જયરામ તમે ખૂબ પ્રતિભાશાળી છો. તમે ખૂબ હિંમતી છો. તમારે ખરગેની જગ્યાએ વિપક્ષના નેતાનું પદ લેવું જોઈએ કેમ કે તમે કુલ મળીને ખરગેનું જ કામ કરી રહ્યા છો. તેના પર ખરગે ઊભા થઈ ગયા. તેમણે ચેરમેનની વાતો પર આપત્તિ દર્શાવી. તેમણે કહ્યું કે, તમારા મનમાં આજે પણ વર્ણ સિસ્ટમ છે. તમે આ કારણે રમેશને પ્રતિભાશાળી બતાવી રહ્યા છો અને મને મંદબુદ્ધિ બતાવી રહ્યા છો. આ કારણે તમે કહી રહ્યા છો કે મારી જગ્યાએ તેમણે બેસવું જોઈએ. ખરગે દલિત સમુદાયથી આવે છે.
તેના પર ધનખડે સફાઇ આપતા કહ્યું કે, તમે મારી વાત સમજી ન શક્યા. જેટલો હું તમારો આદર કરું છું, તેનો એક અંશ પણ તમે મારા માટે કરશો તો તમને લાગશે કે મેં શું કહ્યું છે. પછી ચેરમેને કહ્યું કે, પ્રથમ પંક્તિમાં બેઠા ખરગે પાસે 56 વર્ષનો અનુભવ છે. તેમને પણ જયરામ રમેશ ટીકા ટિપ્પણી કરીને મદદ કરવા માગે છે. તેના પર ખરગેએ સોનિયા ગાંધી તરફ વળતા કહ્યું કે, મને બનાવનાર અહી બેઠા છે. તેમણે કહ્યું કે, ન રમેશ મને બનાવી શકે છે અને ન તમે મને બનાવી શકો છો. જનતાએ મને બનાવ્યો છે. પછી ચેરમેને ખરગેને કહ્યું કે, હું એ સ્તર પર આવવા માગતો નથી. સંસદીય ઇતિહાસમાં આ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તમારામાં ચેર પ્રત્યે અનાદર ભરેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp