રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીનો લેટર- વધતી ઉંમરને કારણે હું...

PC: twitter.com

20 વર્ષ રાયબરેલીના સાંસદ રહેલા સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જોવા મળવાના છે, જેનું નોમિનેશન પણ તેમણે ફાઈલ કરી દીધું છું. નોમિનેશન ફાઈલ કરવાના બીજા દિવસે સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતા માટે એક લેટર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે,

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે. તે રાયબરેલી આવીને તમને બધાને મળીને પૂરો થાય છે. આ ગાઢ સંબંધ ખૂબ જૂનો છે અને મને મારા સાસરિયા તરફથી સૌભાગ્ય તરીકે મળ્યો છે.

રાયબરેલી સાથે અમારા પરિવારના સંબંધો ખૂબ ગાઢ છે. આઝાદી પછી થયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જિતાડીને દિલ્હી મોકલેલા. તેમના પછી તમે મારા સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવી લીધા હતા. ત્યારથી લઈને આજ સુધી આ સિલસિલો જિંદગીના ઉતાર-ચઢાવ અને મુશ્કેલભર્યા રસ્તા પર પ્રેમ અને જોશ સાથે આગળ વધતો ગયો અને આના પર આપણી આસ્થા મજબૂત થતી ગઈ.

તમે મને આ તેજસ્વી માર્ગ પર ચાલવા માટે જગ્યા પણ આપી. મારા સાસુ અને મારા જીવનસાથીને હંમેશાં માટે ગુમાવ્યા પછી હું તમારી પાસે આવી અને મેં મારા માટે તમારા સમક્ષ મારો ખોળો પાથર્યો. છેલ્લી બે ચૂંટણીમાં તમે મુશ્કેલ સંજોગોમાં પણ પહાડની જેમ મારી નજીક ઊભા હતા, આ હું ક્યારેય ભૂલી શકતી નથી. મને કહેતા ગર્વ થાય છે કે આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું અને મેં હંમેશાં તમારા આ વિશ્વાસને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

હવે તબિયત અને વધતી ઉંમરને કારણે હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય પછી, મને તમારી સીધી સેવા કરવાની તક નહીં મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે મારું મન અને મારા પ્રાણ હંમેશાં તમારી સાથે રહેશે. હું જાણું છું કે તમે પણ મારી અને મારા પરિવારની દરેક મુશ્કેલીમાં કાળજી રાખશો, જેમ તમે અત્યાર સુધી મારી સંભાળ રાખતા આવ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp