પુત્રોએ એકલતા અનુભવતા વયોવૃદ્ધ પિતાના લગ્ન કરાવ્યા, લાંબી શોધ પછી 65ની કન્યા મળી

PC: etvbharat.com

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. અહીં 8 મેના રોજ મંડપમાં 80 વર્ષના વર અને 65 વર્ષની કન્યાના લગ્નનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ લગ્ન કરાવનારા લોકો બીજું કોઈ નહીં પણ વર અને કન્યાના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર અને મિત્રો હતા. હકીકતમાં, વૃદ્ધની પત્નીનું નિધન થઈ ગયું હતું, જેના પછી તે એકલતા અનુભવી રહ્યો હતો. પિતાએ લગ્નની જીદ કરી ત્યારે પુત્રોએ કન્યા શોધીને તેમના લગ્ન કરાવ્યા.

આ મામલો અંજનગાંવ સુરજી તાલુકાના ચિંચોલી રહીમાપુરનો છે. અહીં, વરરાજાનો 50 વર્ષનો પુત્ર પણ 80 વર્ષના વર અને 65 વર્ષની કન્યાના લગ્નમાં સામેલ થયો હતો. પિતાના લગ્નમાં પુત્ર, પુત્રી અને પરિવારના સભ્યોએ જોરશોરથી ખુબ મસ્તીથી ડાન્સ કર્યો હતો.

હકીકતમાં અંજનગાંવ સુરજી તાલુકાના ચિંચોલી રહીમાપુરમાં રહેતા 80 વર્ષીય વિઠ્ઠલ ખંડારેની પત્નીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. વિઠ્ઠલ ખંડારેના પરિવારમાં ચાર પુત્ર, પુત્રી અને પૌત્ર-પૌત્રી છે. 80 વર્ષની વયે વિઠ્ઠલ પોતાની પત્નીની ગેરહાજરીને કારણે એકલતા અનુભવતા હતા. વિઠ્ઠલે તેના બાળકોને કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે.

શરૂઆતમાં તેમના પુત્રોએ તેમના નિર્ણયનો વિરોધ કર્યો. જો કે, વિઠ્ઠલ રાવ ખંડારેની લગ્નની જીદ જોઈને, તેમના પુત્રો પણ સંમત થઇ ગયા અને તેમના પિતાના લગ્ન માટે તૈયાર થયા. આ પછી તેમણે તેમના પિતા માટે કન્યા શોધવાનું શરૂ કર્યું. કન્યા શોધવી સહેલી ન હતી. આથી વરરાજાનો બાયોડેટા તૈયાર કરવામાં આવ્યો હતો.

ઉંમરને ધ્યાનમાં લેતાં આવી કન્યા મળવી મુશ્કેલ હતી. જો કે, તો પણ પુત્રોએ તેમના પિતા માટે કન્યા શોધવાનું શરૂ કરી દીધું. આખરે વિઠ્ઠલ ખંડારેના પુત્રોએ અકોટ, અકોલાની 66 વર્ષીય મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી અને સંબંધ ફાઇનલ થયો. આ પછી 8 મેના રોજ ચિંચોલી રહીમાપુર ગામમાં વિઠ્ઠલ ખંડેરેના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલ ખંડેરેનો પુત્ર તેના પિતાને ગામમાંથી વર તરીકે સજાવીને લઈ ગયો.

આ લગ્નની જાનમાં વરરાજા અને તેના બાળકો એક સાથે ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ જોઈને પૌત્રો પણ નાચવા લાગ્યા. આ લગ્ન સમારોહમાં ચિંચોલી રહીમાપુરના ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો. અકોલા જિલ્લાના ચિંચોલી રહીમાપુર ગામ અને અકોટ તાલુકા સહિત સમગ્ર અમરાવતી જિલ્લામાં 80 વર્ષનો વર અને 65 વર્ષની કન્યાના લગ્નની ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp