‘સોરી માલદીવ, મારી પાસે..’ વ્યક્તિએ કેન્સલ કરી માલદીવની ટ્રીપ, પોસ્ટ વાયરલ

PC: twitter.com/IndianSinghh

ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને માલદીવના કેટલાક મંત્રીઓએ આપત્તિજનક નિવેદન આપ્યા, ત્યારબાદ દેશભરમાં બૉયકોટ માલદીવની માગ ઉઠવા લાગી. લોકોએ પોતાની માલદીવ ટ્રીપને કેન્સલ કરવાની શરૂઆત કરી દીધી. એ જ રીતે એક વ્યક્તિએ માલદીવની ટ્રીપ કેન્સલ કરી દીધી. તેણે તેની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આપી. ત્યારબાદ તેની ટ્વીટ વાયરલ થઈ ગઈ. વ્યક્તિએ પોતાની આ ટ્રીપને કેન્સલ કરીને કેપ્શનમાં લખ્યું ‘સોરી માલદીવ. મારી પાસે પોતાનું લક્ષદ્વીપ છે. હું આત્મનિર્ભર છું.’

તેની સાથે જ અક્ષિત નામના યુઝરે પોતાની ટ્રીપ કેન્સલ કર્યા બાદ તેના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યા. લોકો તેની આ પોસ્ટ પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું તેમણે પોતાના ટ્રાવેલ બકેટ લિસ્ટમાંથી માલદીવને બહાર કરી દીધું છે. સ્ક્રીનશૉટ મુજબ અક્ષિતે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી 2 લોકો માટે માલદીવમાં રોકાવા માટે બુકિંગ કરી હતી. પરંતુ હાલમાં થયેલા વિવાદ બાદ તેણે પોતાની આ ટ્રીપ કેન્સલ કરી દીધી.

તેણે આ પોસ્ટ 6 જાન્યુઆરીના રોજ કરી હતી. જેને અત્યાર સુધી 1 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો તેને 28 હજાર કરતા વધુ લોકોએ લાઇક કરી છે. સાથે જ લોકો પોસ્ટ પર કમેન્ટ કરીને પોત પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આભાર સર. મારી પાસે પોતાનું લક્ષદ્વીપ છે, આ સારો પોઈન્ટ છે. એક અન્ય યુઝરે લખ્યું ખૂબ સારું ભાઈ. આભાર. ત્રીજા યુઝરનું કહેવું છે લક્ષદ્વીપમાં રોકાવ, ભારત માટે ગર્વ કરો.

એક અન્ય યુઝરે લખ્યું કે, સારું થયું કે મેં ક્યારેય માલદીવમાં રજા મનાવવાની યોજના નથી બનાવી અને હવે મને પોતાના નિર્ણય પર ખુશી છે. લક્ષદ્વીપમાં મળીએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ લક્ષદ્વીપની યાત્રા કરવા ગયા હતા. તેમણે ભારતીયોને કહ્યું કે, તેઓ પણ આ સુંદર જગ્યા પર ફરવા આવે. તેમણે આ દરમિયાન એક વખત પણ માલદીવનું નામ ન લીધું. એ છતા માલદીવના લોકોને મરચું લાગ્યું. તેની ટ્રોલ આર્મીએ ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવાની શરૂઆત કરી દીધી. પછી માલદીવના કેટલાક મંત્રીઓ અને નેતાઓએ પણ આપત્તિજનક વાતો કહો. ત્યારબાદ ભારતીયો વચ્ચે માલદીવને બૉયકોટ કરવાની માગ ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp