સાઉથના અભિનેતા થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, લોકસભા લડી શકે છે

PC: oneindia.com

સાઉથની ફિલ્મોમાં મોટું નામ ધરાવતા અભિનેતા થાલાપતિ વિજયે હવે રાજકારણમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી છે. પોતાની પાર્ટી બનાવશે અને લોકસભાની ચૂંટણી લડી શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ સાઉથના આ સ્ટોર પોતાની અલગ પાર્ટી બનાવવાના છે અને પોતે અધ્યક્ષ તરીકે રહેશે. ચૂંટણી પંચમાં ટુંક સમયમાં પોતાની પાર્ટીનું રજિસ્ટ્રેશન કરાવશે. જો કે પાર્ટીનું નામ અને નિશાન વિશે હજુ જાણકારી સામે આવી નથી.

થાલાપતિ વિજય સાઉથની 70 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેઓ સાઉથના સુપર સ્ટાર રજનીકાંત કરતા પણ વધારે ફી વસુલે છે. વિજય બાળકોના શિક્ષણ અને જરૂરિયાતોને મદદ કરવા માટે જાણીતા છે.

આ પહેલાં પણ સાઉથના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ રાજકારણમાં આવી ચૂક્યા છે. એમ જી રામચંદ્ર્ન, ચિરંજીવી, પવન કલ્યાણ, વિજય કાંત ઉપરાંત જયલલિતા, રામ્યા, ખુશ્બુ સુંદર, જયાપ્રદા, વિજય શાંતિ પણ રાજકારણમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp