30 દિવસમાં 30 કરોડ ખર્ચી BJPએ ઇન્ટરનેટ પર 12,000થી વધુ Ads ચલાવી, અહીં વધુ ધ્યાન

PC: raftaar.in

લોકસભા ચૂંટણી-2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ ઇન્ટરનેટ પર પોતાનો દબદબો વધારી દીધો છે. BJPએ 30 દિવસમાં (29 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી) Google Ads પર રૂ. 29.7 કરોડ ખર્ચ્યા છે.

આ પૈસાથી, એક મહિનામાં ઈન્ટરનેટ પર 12,600થી વધુ BJPની જાહેરાતો પ્રસારિત કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની (75%) વિડિઓ ફોર્મેટમાં હતી. અલગ અલગ ભારતીય ભાષાઓમાં તૈયાર કરાયેલી આ જાહેરાતોએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર કર્યો હતો.

BJPએ આ જાહેરાતો દ્વારા મુખ્યત્વે ઉત્તર ભારતીય મતદારોને ધ્યાનમાં લીધા છે. ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતના નામ આવે છે.

વિવિધ મીડિયા સૂત્રોએ આ તમામ માહિતી તેમના રિપોર્ટ માટે ગૂગલ એડ ટ્રાન્સપરન્સી સેન્ટરના ડેટામાંથી મેળવી છે.

ભાજપનું ફોકસ આ 10 રાજ્યો પર વધુ છેઃ ઉત્તર પ્રદેશ-રૂ. 2.34 કરોડ, બિહાર-રૂ. 1.87 કરોડ, ઓડિશા-રૂ. 1.85 કરોડ, મહારાષ્ટ્ર-રૂ. 1.84 કરોડ, ગુજરાત-રૂ. 1.83 કરોડ, મધ્ય પ્રદેશ-રૂ. 1.78 કરોડ, દિલ્હી-રૂ. 1.73 કરોડ, રાજસ્થાન-રૂ. 1.72 કરોડ, પંજાબ-રૂ. 1.58 કરોડ, હરિયાણા-રૂ. 1.57 કરોડ. (29 જાન્યુઆરી 2024 થી 28 ફેબ્રુઆરી 2024 સુધીનો ડેટા)

જ્યાં આ વખતે BJPએ એક મહિનામાં લગભગ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે છેલ્લી સામાન્ય ચૂંટણી પહેલા ચાર મહિના (ફેબ્રુઆરીથી મે)ના સમયગાળામાં પાર્ટીએ માત્ર 12.3 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

2019માં ફેબ્રુઆરી અને મે વચ્ચે BJP દ્વારા મૂકવામાં આવેલી 50 ટકાથી વધુ વિડિઓ જાહેરાતોને પ્લેટફોર્મ નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ Google દ્વારા હટાવી લેવામાં આવી હતી.

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ફેબ્રુઆરી 2019થી મે 2019 વચ્ચે Google Ads પર 2.99 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસે Google Ads દ્વારા કોઈ જાહેરાત આપી ન હતી.

છેલ્લી સામાન્ય ચૂંટણીના ટોચના 10 રાજ્યો: દિલ્હી-રૂ. 2.02 કરોડ, ઉત્તર પ્રદેશ-રૂ. 1.45 કરોડ, રાજસ્થાન-રૂ. 1.24 કરોડ, મધ્ય પ્રદેશ-રૂ. 1.17 કરોડ, બિહાર-રૂ. 1.15 કરોડ, મહારાષ્ટ્ર-રૂ. 0.78 કરોડ, હરિયાણા-રૂ. 0.72 કરોડ, ચંદીગઢ-રૂ. 0.66 કરોડ, ગુજરાત-રૂ. 0.61 કરોડ, પંજાબ-રૂ. 0.56 કરોડ. (1 ફેબ્રુઆરી 2019થી 19 મે 2019 સુધીનો ડેટા)

BJPએ 2019થી Google Ads પર 79.16 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આ ખર્ચમાં 52,000થી વધુ પાર્ટી જાહેરાતો ચલાવવામાં આવી છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ સૂચવે છે કે BJPએ ફેબ્રુઆરી 2019 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે ફેસબુક જાહેરાતો પર 33 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન, કોંગ્રેસે ફેસબુક એડ પર 10.58 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ યાદીમાં તેના પછીનું નામ છે TMC (રૂ. 8.04 કરોડ) અને DMK (રૂ. 4.31 કરોડ)ના છે. અહીં તમને બતાવી દઈએ કે, પક્ષો દ્વારા આપવામાં આવતી જાહેરાતોના ખર્ચનો આ આંકડો છે, નેતાઓ દ્વારા વ્યક્તિગત રીતે ચલાવવામાં આવતી જાહેરાતોના ખર્ચનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp