શું 9 મહિનાથી બંધ પડેલી ગો-ફર્સ્ટ એરલાઇનને સ્પાઇસ જેટ ખરીદી લેશે?

PC: twitter.com

સ્પાઇસજેટના MD અને ચેરમેન અજય સિંહે ગો-ફર્સ્ટ એરલાઇન ખરીદવા માટે બિઝી બી એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે બિડ કરી છે. એરલાઈને કહ્યું કે સિંહે પોતાની અંગત કેપેસિટીમાં આ બોલી લગાવી હતી. જો સોદો પાર પડશે તો સ્પાઈસ જેટ નવી એરલાઈનના સંચાલનમાં મદદ કરશે. તે જરૂરી સ્ટાફ, સેવાઓ અને ઉદ્યોગ કુશળતા પ્રદાન કરશે.

અજય સિંહે કહ્યું, હું માનું છું કે ગો-ફર્સ્ટમાં અપાર ક્ષમતા છે અને સ્પાઇસજેટ સાથે કામ કરવા માટે તેને સંચાલિત કરી શકાય છે. બંને કેરિયર્સને આનો ફાયદો થશે. તેમણે કહ્યું કે ગો ફર્સ્ટ મુસાફરોમાં એક વિશ્વસનીય અને મૂલ્યવાન બ્રાન્ડ છે. આ સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ સ્લોટ છે.

આ સપ્તાહની શરૂઆતમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ ગો-ફર્સ્ટને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) પૂર્ણ કરવા માટે 60 દિવસનો વધારાનો સમય આપ્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે એરલાઇન દ્વારા NCLTને કહેવામાં આવ્યું હતું કે ત્રણ પાર્ટીઓએ ગો ફર્સ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે.

ગો- ફર્સ્ટના માથા પર રૂ. 6,521 કરોડનું દેવું છે. એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચએ તેના 19 જાન્યુઆરીના અહેવાલમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૌથી વધુ રૂ. 1,987 કરોડનું એક્સપોઝર કંપનીએ કર્યું હતું, ત્યારબાદ બેન્ક ઓફ બરોડાનું રૂ. 1,430 કરોડ, ડોઇશ બેન્કનું રૂ. 1,320 કરોડ અને IDBI બેન્કનું રૂ. 58 કરોડ રૂપિયા બાકી છે.

ગો ફર્સ્ટ એરલાઇન્સે 2 મેના રોજ જણાવ્યું હતું કે તે 3, 4 અને 5 મે માટે તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ત્યારથી, ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ સ્થગિત કરવાની તારીખ સતત લંબાવી રહ્યું છે.

એરલાઈન્સનો દાવો છે કે એન્જિનની સપ્લાય ન થવાને કારણે તેણે તેનું સંચાલન બંધ કરવું પડ્યું છે. અમેરિકન એરક્રાફ્ટ એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હીટની (PW) એ ગો ફર્સ્ટને એન્જિન સપ્લાય કરવાનું હતું, પરંતુ તેણે સમયસર સપ્લાય કર્યું ન હતું. આવી સ્થિતિમાં ગો ફર્સ્ટને તેના કાફલાના અડધાથી વધુ એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. જેના કારણે તેને મોટું નુકસાન થયું હતું.

ફ્લાઈટ ઉડતી ન હોવાને કારણે તેની પાસે રોકડની અછત હતી અને ઈંધણ ભરવા માટે પણ પૈસા બચ્યા ન હતા. આ એન્જિનનો ઉપયોગ એરલાઈન્સના A20 Neo એરક્રાફ્ટમાં થાય છે. એરલાઇનના CEO કૌશિક ખોનાએ દાવો કર્યો છે કે એન્જિન ખરાબ થવાને કારણે કંપનીને છેલ્લા ત્રણ વર્ષમાં 1.1 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 8.9 હજાર કરોડનું નુકસાન થયું છે.

ગો- ફર્સ્ટ વાડિયા ગ્રુપની બજેટ એરલાઇન છે. કંપનીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ 29 એપ્રિલ 2004ના દિવસે ગો-ફર્સ્ટની શરૂઆત થઇ હતી. નવેમ્બર 2005માં કંપનીએ મુંબઇ-અમદાવાદની પહેલી ફલાઇટ શરૂ કરી હતી. એરલાઇન પાસે 59 વિમાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp