કાશીમાં બનેલા શ્રીરામલલા, અયોધ્યામાં પૂજા પછી નેધરલેન્ડમાં સ્થાપના

PC: amarujala.com

અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની આ વર્ષની શરૂઆતના જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી સમગ્ર વિશ્વમાં તેમની ખ્યાતિ ખુબ વધી ગઈ છે. આ જ કારણ છે કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ જ્યાં જ્યાં હિંદુઓ રહે છે ત્યાં ત્યાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રથમ પ્રતિમા નેધરલેન્ડના હનુમાન મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામલાલની આ પ્રતિમા કાશીમાં બનાવવામાં આવી છે. આ મહિને અયોધ્યામાં આ પ્રતિમાની પૂજા કરવામાં આવશે અને ત્યાર પછી તેને નેધરલેન્ડમાં સ્થાપિત કરવામાં આવશે.

કાશીમાં ભગવાન શ્રી રામલલાની 5.10 ફૂટની પ્રતિમાનું નિર્માણ બે મહિનામાં પૂર્ણ થયું છે. શિલ્પકાર કન્હૈયાલાલ શર્માએ 10 સાથીઓ સાથે મળીને આ પ્રતિમાનું નિર્માણ ધેલવરિયા સ્થિત સ્ટેચ્યુ ફેક્ટરીમાં કર્યું છે. આ પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત શ્રી રામલલાની જ પ્રતિકૃતિ છે, જે કાળા ગ્રેનાઈટથી બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે, અયોધ્યામાં શ્રી રામલલાની પ્રતિમા સ્થાપિત થયા પછી અમે આવી જ પ્રતિમા બનાવવા માંગતા હતા. આ દરમિયાન અમને આનો ઓર્ડર મળી ગયો. ઇન્ટરનલ બ્લિસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાહુલ મુખર્જીએ જણાવ્યું હતું કે, શ્રી રામ લલ્લાની આ મૂર્તિની સૌથી પહેલા અયોધ્યામાં પૂજા કરવામાં આવશે.

 

આ પછી તેને નેધરલેન્ડના હનુમાન મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક સ્વામી અખંડ સમ્રાટ આનંદ મહારાજના માર્ગદર્શન હેઠળ વિશ્વના અનેક દેશોમાં શ્રી રામ લલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નેધરલેન્ડ પછી જર્મની, ઈટાલી, અમેરિકા, કેનેડા, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં અયોધ્યામાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિની જેવી જ મૂર્તિ બનાવીને સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ મુખર્જીએ જણાવ્યું કે, શ્રી રામ લલ્લાની 24 ઈંચની પ્રતિમા પણ બનાવવામાં આવશે. રુદ્રાભિષેક માટે આ મૂર્તિની એક કોપી બનાવવામાં આવશે.

કન્હૈયાલાલ શર્માની ત્રણ પેઢીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમના દાદા મહાદેવ પ્રસાદ એક મહાન શિલ્પકાર હતા. તેમણે ઈન્ડિયા ગેટ પર છત્રપતિ શિવાજી, જ્યોર્જ પંચમ, દરભંગા રાજા વગેરેની પ્રતિમા બનાવી છે. કન્હૈયાલાલના પિતા ઓમકારનાથે પણ આ વારસો સંભાળ્યો હતો. ઈંગ્લેન્ડની રાણી ઉપરાંત કન્હૈયાલાલે અન્ય વિદેશીઓની મૂર્તિઓ પણ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp