350 રૂપિયા લૂંટવા 60 વાર ઘા માર્યા, મૃતદેહ પર ડાન્સ કર્યો; હત્યારો છે 16 વર્ષનો

PC: cgimpact.org

દિલ્હીથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર 350 રૂપિયા માટે એક છોકરાએ બીજા યુવકની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ દરમિયાન આરોપીએ યુવક પર એક-બે વાર નહીં પરંતુ 60 વખત છરી વડે હુમલો કર્યો હતો. આરોપી યુવકના મગજમાં એટલી હદે ઝનૂન હતું કે, તેણે મૃતક સગીરની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના માથાના ભાગે લાત પણ મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાત્રે બની હતી.

પોલીસે બુધવારે સવારે 16 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સ્કૂલ ડ્રોપ આઉટ છે અને દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે. તેના માતા-પિતા રોજમદાર મજૂરી કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હત્યા સમયે તે ખુબ નશાની હાલતમાં હતો. જયારે પીડિત યુવક જાફરાબાદ પાસે તેની માતા સાથે રહેતો હતો.

આ કેસની માહિતી આપતા પોલીસે કહ્યું કે, બંને એકબીજાને ઓળખતા પણ ન હતા. આરોપી પહેલા પીડિત પાસે ગયો અને બિરયાની ખરીદવા માટે 350 રૂપિયા માંગવા લાગ્યો. જ્યારે પીડિતે આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે તેની પાસેથી પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બંને વચ્ચે ઝડપ થઇ ગઈ હતી. આ પછી આરોપીએ તેનું ગળું દબાવીને તેને બેભાન કરી દીધો.

CCTV ફૂટેજ મુજબ, રાત્રે લગભગ 10.20 વાગ્યે, આરોપી પીડિતના બેહોશ શરીરને સાંકડી ગલીમાં ખેંચી ગયો અને તેના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું. તેણે યુવકની ગરદન, કાન અને ચહેરા પર ચાકુ માર્યા હતા. થોડીવાર રાહ જોયા પછી, તે ફરીથી પીડિતને ચાકુ મારવાનું શરૂ કરે છે, જેના કારણે તેનું મૃત્યુ થઇ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સતત છરી વડે હુમલો કર્યા પછી આરોપી થોડીવાર રોકાઈને આસપાસ જુએ છે. આ પછી, તે ફરીથી પીડિતને માથા પર જોરથી લાત મારે છે અને તેના ઘૂંટણ પર બેસીને તેની ગરદન કાપવાનો પ્રયત્ન કરે છે. પીડિતની નિર્દયતાથી હત્યા કર્યા પછી આરોપી ફરીને ડાન્સ કરતો પણ જોવા મળે છે. આ ઘટના પછી પીડિતને GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp