PM મોદીના OBC સ્ટેટસ પર સવાલ ઉઠાવતા રાહુલને આપ્યો નેશનલ કમિશને જવાબ

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, એક જાહેર સભા દરમિયાન, રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીજીના OBC દરજ્જા પર સવાલ ઉઠાવતું નિવેદન આપ્યું હતું. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આથી સ્પષ્ટ કરે છે કે મોઢ ઘાંચી જાતિ 91 (a) પર મંડલ યાદીમાં છે. ગુજરાત સરકાર દ્વારા 25મી જુલાઈ 1994ના રોજ OBCની રાજ્ય યાદીમાં મોઢ ઘાંચી જાતિના સમાવેશ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે 15.11.1997ના રોજ કેન્દ્ર સરકારને ગુજરાત રાજ્ય માટે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં મોઢ-ઘાંચીનો સમાવેશ કરવા માટે સલાહ આપી હતી અને તેના માટે ગેઝેટ નોટિફિકેશન 27.10.1999ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એક્ટ, 1993 મુજબ, ઓબીસીની કેન્દ્રીય યાદીમાં કોઈપણ જાતિ/સમુદાયના સમાવેશ માટે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસની સલાહ સામાન્ય રીતે કેન્દ્ર સરકારને બંધનકર્તા હતી. મોઢ ઘાંચી જાતિ સહિત ગુજરાત રાજ્ય માટે OBCની કેન્દ્રીય યાદીમાં 104 જાતિ/સમુદાય છે.

નોંધનીય છે કે જ્યારે મોઢ-ઘાંચીને ઓબીસીની રાજ્ય યાદીમાં તેમજ ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સમાવવા માટેના ઉપરોક્ત બંને નિર્ણયો લેવામાં આવ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદી પાસે કોઈ વિધાયક કે કાર્યકારી હોદ્દો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp