રાજ્ય સરકારો નથી ઈચ્છતી પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં લવાયઃ મંત્રી હરદીપ સિંહ પુરી

PC: newindianexpress.com

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવુ છે કે, કેન્દ્ર સરકાર તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ કોઈપણ રાજ્ય સરકાર નથી ઈચ્છતી કે તેને GSTના દાયરામાં લાવવામાં આવે. તેમણે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ માટે પૂર્વની કોંગ્રેસ સરકારોને પણ જવાબદાર ગણાવી છે. જમ્મૂના બે દિવસીય પ્રવાસ પર આવેલા કેન્દ્રીય આવાસ તેમજ શહેરી વિકાસ તેમજ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં કેરળ હાઈકોર્ટે નિર્ણય આપ્યો હતો કે, નાણા મંત્રાલયની નીચે GST કાઉન્સિલમાં પેટ્રોલ અને ડીઝલને GSTને આધિન રાખવાનું કામ કરવામાં આવે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને રાજ્ય સરકારો પાસે જ્યારે આ અંગે તેમનો અભિપ્રાય માગ્યો તો કોઈપણ તેને માટે તૈયાર નહોતું. તેમણે કહ્યું કે, કોઈપણ રાજ્ય સરકાર પેટ્રોલ, ડીઝલ ઉપરાંત એક્સાઈઝ ટેક્સ ક્યારેય પણ ઓછો નહીં કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલના ભાવ GSTના દાયરામાં લાવવામાં કોઈ આપત્તિ નથી, પરંતુ આપણું સંવિધાન કેન્દ્ર સરકારને આવુ કરવાનો અધિકાર નથી આપતું. આ બધુ રાજ્ય સરકારોની સહમતિના આધાર પર જ થશે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આ વિષય રાજકીય રોટલા શેકવાવાળો નથી, અમે મધ્યમથી લાંબા સમય સુધી લોકોને રાહત આપવા અંગે યોજના બનાવી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પેટ્રોલ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ટેક્સ લગાવે છે. કેન્દ્ર સરકાર એક લીટર પર 32 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે. પરંતુ એ જણાવવુ જરૂરી છે કે, તેનો ઉપયોગ ક્યાં થાય છે. કોવિડ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે એક વર્ષમાં 90 કરોડ કરતા વધુ લોકોને ત્રણ સમયનું મફત ભોજન ઉપલબ્ધ કરાવ્યું.

સો કરોડ કરતા વધુ લોકોનું થોડાં દિવસોમાં જ વેક્સીનેશન થવાનું છે. એટલું જ નહીં, વડાપ્રધાન આવાસ યોજના, શૌચાલય બનાવવા, ઉજ્વલા યોજના અંતર્ગત સિલિન્ડર આપવા પણ તે અંતર્ગત જ થઈ રહ્યું છે. સરકાર અત્યારસુધી આઠ કરોડ સિલિન્ડર આપી ચુકી છે. હવે વધુ એક કરોડ આપી રહી છે. તેમણે કહ્યું કે, આજે ભાવ કોંગ્રેસની પૂર્વ સરકારોના કારણે વધી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સરકાર હતી તો તેમણે પેટ્રોલના ભાવને થોડાં સમય માટે ઓછાં કરવા માટે ઓઈલ બોન્ડ ખરીદ્યા. તે વીસ વર્ષ માટે હતા. હવે અમારી સરકાર તે ચુકવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp