આંકડા બતાવી રહ્યા છે હરિયાણામાં ભાજપે કેવી રીતે કર્યું કમબેક
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ જીત થઇ છે, જે પરિણામોની કોઇએ અપેક્ષા પણ રાખી નહોતી, જે લીડ કોઇ પણ એક્ઝિટ પોલ પકડી ન શક્યા, ચૂંટણીમાં ભાજપે એ કમાલ કરી દેખાડી છે. તેને પોતાના દમ પર પૂર બહુમત મળ્યું છે, તો કોંગ્રેસ એ જાદુઇ આંકડાથી ખૂબ પાછળ છૂટી ગઇ છે. આમ તો ભાજપે શહેરી સીટો પર શાનદાર પ્રદર્શન કર્યું છે, ગ્રામીણ સીટોમાં પણ તેની સારી સેન્ધમારી રહી છે, પરંતુ જો વાત માત્ર અનામત સીટોની હોય તો ત્યાં પણ તેનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.
હરિયાણામાં 90માંથી 17 સીટો અનામત રહે છે. તેમાં અંબાલા જિલ્લામાં મુલાના, યમુનાનગરમાં સાંઢોરા, કુરુક્ષેત્રમાં શાહાબાદ, કૈથલમાં ગુહલા, કરનાલમાં નીલોખેડી, પાનીપતમાં ઇસરાના, જીંદમાં નરવાના, સિરસામાં કાલાંવાલી, ફતેહબાદમાં રતિયા, ગુરુગ્રામમાં પટોદી, સોનીપતમાં ખરખોદા, હિસારમાં ઉકલાના, ભિવાનીમાં ભવાની ખેડા, ઝજ્જરમાં ઝજ્જર સીટ, રોહતકમાં કલાનોર, રેવાડીમાં બાવલ અને પલવલમાં હોડલ સીટ સામેલ છે.
હવે ચૂંટણી આંકડાઓ બતાવીએ તો ભાજપ આ 17 સીટોમાંથી 8 સીટ જીતી છે. અહી પણ ભાજપે ઘણી એવી સીટો પર આ વખતે કબજો કર્યો છે જે પાછલી વખત દુષ્યંત ચૌટાલાની પાર્ટીએ જીતી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં JJPને અનામત સીટોના ક્વોટામાંથી 4 સીટો પર જીત મળી હતી. આ વખત તેના સુપડા સાફ થઇ ગયા છે અને સીધો ફાયદો ભાજપને મળ્યો છે. ભાજપે વિધાનસભાની નીલોખેડી, ઇસરાના, નરવાના, ભવાની ખેડા, બાવલ, પટોદી, હોડલ સીટ પર જીત મેળવી છે. હવે આ જીત એટલે મહત્ત્વપૂર્ણ છે કેમ કે આ વખતની લોકસભામાં જોઇએ તો ત્યાં પણ ભાજપને હરિયાણાની બંને જ સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં કેવું હતું ભાજપનું પ્રદર્શન?
હરિયાણાની સિરસા અને અંબાલા સીટ પર કોંગ્રેસે એક સરળ જીત હાંસલ કરી હતી, પરંતુ હવે માત્ર 4 મહિનાની અંદર સમીકરણ બદલાઇ ગયા છે. ભાજપે 17 સીટોમાંથી 8 પર જીતનો પરચમ પહેરાવ્યો છે. એ બતાવવા માટે પૂરતું છે કે કોંગ્રેસે દલિત બોટબેઝમાં જે સેન્ધમારી કરી હતી, તેને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલીક હદ સુધી ઓછી કરી દીધી છે. ભાજપ માટે તેને મોટી સફળતા એટલે માનવામાં આવી રહી છે કેમ કે લોકસભાની ચૂંટણીના વક્દ SC-STવાળી કુલ 132 અનામત સીટોમાંથી 82 પર જ ભાજપને જીત મળી હતી, તો કોંગ્રેસે પોતાનો આંકડો 10 સીટોમાંથી વધારીને 32 કરી લીધી હતી.
એવામાં આ વખત હરિયાણા ચૂંટણીમાં જ્યારે ભાજપે દલિત સીટો પર કોંગ્રેસને સખત ટક્કર આપી છે અને JJPનો પૂરી રીતે સફાયો કરી દીધો છે. એ બતાવવા માટે પૂરતું છે કે પાર્ટીએ આત્મમંથન પણ કર્યું છે અને પોતાની રણનીતિમાં બદલાવ પણ કર્યો છે. આ કારણે ભાજપે ઘણી એ સીટો પર પણ જીત હાંસલ કરી છે જે આમ તો અનામત રહી નથી, પરંતુ ત્યાં દલિત વોટ નિર્ણાયક માનવામાં આવ્યા, તેમની ઉપસ્થિતિ 20 ટકાથી વધુ રહી. હવે ભાજપની સ્થિતિ તો દલિત વૉટરો વચ્ચે સુધારી છે. કોંગ્રેસનો જે ગ્રાફ ડાઉન થયો છે તેનું કારણ પણ સમજવાની જરૂર છે. વાસ્તવમાં આ ચૂંટણીમાં ભાજપે જે પ્રકારે મિર્ચીપુર અને ગોહાના દલિત કાંડને સામે લાવવાનો પ્રયાસ કર્યો, જે પ્રકારે લોકોને એ જૂની પરંતુ અભૂતપૂર્વ ઘટના બાબતે યાદ અપાવી, તેનાથી ભાજપે પક્ષમાં માહોલ બનાવી લીધો.
આખી ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી તો ફરી જાતિગત વસ્તી ગણતરીના માધ્યમથી દલિતોને સાધતા રહ્યા, પરંતુ ભાજપે કાઉન્ટર કરવા માટે કોંગ્રેસની પાછલી સરકારની ઇતિહાસને પસંદ કર્યો. ત્યારે જાણકાર જરૂર માની રહ્યા હતા કે એ જૂની ઘટનાઓને ઉઠાવીને ભાજપને વધુ ફાયદો થવાનો નથી, પરંતુ પરિણામ બતાવી રહ્યા છે કે કોંગ્રેસને એ નેરેટિવનું નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે. તેની ઉપર કોંગ્રેસે કુમારી સેલજા જેવા મોટા દલિત નેતાઓને લઇને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ ન કર્યું, અંત સુધી ખબર ન પડી શકી તેઓ મુખ્યમંત્રી બની શકશે કે નહીં. તેને પણ હવે હારનું કારણ માનવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp