સ્ટીમ વૉશઃ પાણી બચાવવા કાર વૉશની નવી સિસ્ટમ શોધાઈ, જુઓ વીડિયો

PC: youtube.com

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ કાર સર્વિસમાં જાય છે ત્યારે તેના વૉશિંગ પર પૂરતું ધ્યાન આપવામાં આવે એવું દરેક કાર માલિકે ભાર દઈને કહ્યું હશે. ખાસ કરીને બોડી અને અંદરની તરફથી કોઈ કચરો ન રહી જાય એ માટે ખાસ ટકોર કરવામાં આવે છે. પરંતુ, આ કાર વૉશિંગ પાછળ થતા પાણીનો વ્યય અટકાવવા માટે હૈદરાબાદના એક ઈજનેર મણિકનાથ રેડ્ડીએ નવો કોન્સેપ્ટ માર્કેટમાં મૂક્યો છે. જેને સ્ટિમ વૉશ વ્હિકલ નામ આપવામાં આવ્યું છે.

 

આ કોન્સેપ્ટ ખૂબ જ ઈકો ફ્રેન્ડલી છે. એવા કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો જેનાથી પર્યાવરણને નુકસાન થાય. આ માટે તે એક થ્રી વ્હીલર્સમાં પોતાના સામાન સાથે શહેરના એકથી બીજા વિસ્તારમાં ફરે છે. લોકોની કારને વૉશ કરી આપે છે. આ ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર વાહનમાં એમના સાબુ અને વૉશિંગ ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે. એક કારના વૉશિંગના માત્ર 10 ટકા પાણીના ઉપયોગથી સમગ્ર કારને વ્યવસ્થિત વૉશ કરી આપે છે. આ કોન્સેપ્ટનો હેતું પાણીના થતા બગાડને અટકાવવાનો છે. કારણ કે વૉશ થયેલા ગંદા પાણીને ફરી કોઈ ઉપયોગમાં લઈ શકાતું નથી. તેથી એવી કોઈ ટેકનિકની જરૂર હતી જે કાર પર વૉશ કરે અને પાણી પણ બચાવે.

આ માટે સ્ટુમઝ નામની એક ટીમ પોતાના થ્રી વ્હીલરમાં આવે છે અને સાધન વડે કાર વૉશ કરી આપે છે. ઈજનેર રેડ્ડીએ કહ્યું હતું કે, આજે દેશના મહાનગરમાં પાણીની અછતને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેથી કાર વૉશિંગમાં વધુ પાણીનો વ્યય ન થાય એ માટે આ આઈડિયાનું અમલીકરણ કરાયું છે. મૂળા આ કોન્સેપ્ટ ઈટાલીનો છે. જેનો સૌ પ્રથમ પ્રયોગ હૈદરાબાદમાં કરાયો છે. એક કાર વૉશિંગમાં 50 લિટરથી વધારે પાણીનો ઉપયોગ થાય છે. પણ માત્ર વોટર સ્પ્રેની મદદથી સમગ્ર કાર વૉશિંગ કરી આપીએ છીએ. ખાસ વાત તો એ છે કે, ગેરેજ કે વર્કશૉપ જે ભાવ લે છે એના કરતા ઓછા ભાવે તે કાર વૉશ કરી આપે છે અને પાણીનો વ્યય અટકાવે છે. કારને ક્યાંય મૂકવી પણ પડતી નથી અને ઘર આંગણે જ કાર વૉશ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp