કર્ણાટકમાં ફરી નવા જૂનીના એંધાણ, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે શું ચાલી રહ્યું છે?
કર્ણાટકની રાજનીતિમાં ફરી એક વખત ઉતાર-ચઢાવની સ્થિતિ બનતી નજરે પડી રહી છે. વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની નજર ફરી એક વખત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર છે. તો બીજી તરફ ડી.કે. શિવકુમારને પડકાર આપવા માટે સિદ્ધારમૈયા પણ પાર્ટીમાં તેમના માટે મુશ્કેલી ઊભી કરતા નજરે પડી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ હાઇકમાન માટે કર્ણાટક ફરી એક વખત નવો પડકાર બની શકે છે.
વોંક્કાલિગા સમુદાયના વિશ્વ વોંક્કાલિગા મહસ્થાનમના પ્રમુખ સ્વામી ચંદ્રશેખરે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી ડી.કે. શિવકુમારને આપવાની સલાહ આપી નાખી. તેમણે આ નિવેદન કેમ્પા ગૌડા જયંતી સમારોહમાં એ સમયે આપ્યું, જ્યારે મંચ પર શિવકુમાર અને સિદ્ધાારમૈયા બંને હાજર હતા. બીજી તરફ સ્વામી નિર્મલાનંદે પણ ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વાત કહી.
ડી.કે. શિવકુમાર વોંક્કાલિગા સમુદાયથી આવે છે અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન મઠ તરફથી કોંગ્રેસને ખુલ્લુ સમર્થન મળ્યું હતું. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે ઓલ્ડ મૈસૂર વિસ્તારમાં કોંગ્રેસને વોટ આપવાની અપીલનો પાર્ટીનો મોટો ફાયદો થયો હતો. એવામાં વિક્કાલિગા સમુદાયના સંતો દ્વાર શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની વકીલાત કરવી, સિદ્ધારમૈયા માટે પડકારપૂર્ણ માનવામાં આવે છે કેમ કે સમુદાયને કોંગ્રેસનો મહત્ત્વનો વર્ગ માનવામાં આવે છે.
બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની નજીકના મંત્રીઓએ ડી.કે. શિવકુમારને ઝટકો આપવાના પ્રયાસમાં મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધારમૈયાના સમર્થક મંત્રીઓ કે.એન. રાજન્ના, બી.ઝેડ. જમીર અહમદ ખાન અને સતીશ જરકીહોલીએ 3 નાયબ મુખ્યમંત્રીની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે એ એટલે કરવામાં આવ્યું, જેથી શિવકુમારનો રાજનીતિક પાવર ઓછો કરી શકાય અને તેઓ સિદ્ધારમૈયાને પડકાર ન આપી શકે.
શિવકુમારના નેતૃત્વમાં કોંગ્રેસે કર્ણાટકમાં શાનદાર પ્રદર્શન કરતા ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં 135 સીટો જીતી હતી. તો રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીની રાજનીતિમાં શિવકુમાર કોંગ્રેસ માટે સંકટમોચન સાબિત થયા છે. એવામાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે તેમને કોંગ્રેસ હાઇકમાનનું પણ સમર્થન પ્રાપ્ત છે, પરંતુ સિદ્ધારમૈયા પોતાની તરફથી તેમની વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. કહેવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણી બાદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે અઢી-અઢી વર્ષનો ફોર્મ્યૂલા નક્કી થયો હતો, પરંતુ અત્યારે સરકાર બન્યાનું એક જ વર્ષ થયું છે અને બંને દિગ્ગજો વચ્ચે ફરી અંદરખાને ટકરાવ શરૂ થઈ ગયો છે જે પાર્ટી માટે માથાનો દુઃખાવો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp