સાવકી માતાએ ફટકાર્યો તો ઘરથી ભાગી ગયો દીકરો, 22 વર્ષે જોગી બનીને પરત ફર્યો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના અમેઠીમાં 22 વર્ષ અગાઉ ઘરથી ગુમ થયેલો છોકરો જોગીના વેશમાં ઘરે પહોંચ્યો તો પરિવારજનો ભાવુક થઈ ગયા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરો જોગીના વેશમાં સારંગી વગાડતો ભજન કીર્તન કરી રહ્યો છે. આસપાસ ઘણા લોકો ઉપસ્થિત છે. પરિવારજનોના લાખ રોકવા છતા પણ જોગી દીકરો ન રોકાયો. તે પોતાની સફર પર આગળ વધી ગયો. આવો જાણીએ શું છે આખો મામલો.

આ આખો મામલો જાયસ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરોલી ગામની છે. જ્યાં રહેનારા રતિપાલ સિંહ પોતાની પત્ની અને છોકરા સાથે દિલ્હીમાં રહેતા હતા. આ દરમિયાન તેની પહેલી પત્નીનું મોત થઈ ગયું. ત્યારબાદ તેણે ભાનુમતી સાથે બીજા લગ્ન કરી લીધા. ઘણા સમય સુધી રતિલાલ પહેલી પત્નીના છોકરા, ભાનુમતી અને તેની દીકરી સાથે રહ્યો, પરંતુ વર્ષ 2002માં રતિપાલની પહેલી પત્નીનો છોકરો પિન્કુ સિંહ ઘર છોડીને ગાયબ થઈ ગયો. ગાયબ થવા પહેલા રમત રમવાની જિદ્દ પર રતિપાલે તેને માર્યો અને ફટકાર લગાવી હતી.

સાવકી માતાએ પણ તેને ખૂબ ફટકાર લગાવી હતી. જેથી દુઃખી થઈને પિન્કુ સિંહ ઘર છોડીને જતો રહ્યો. ત્યારે તેની ઉંમર 11 વર્ષ હતી. ખૂબ શોધખોળ બાદ પણ તેની કોઈ જાણકારી ન મળી શકી. આ ઘટનાના લગભગ 22 વર્ષ બાદ રતિપાલનો ગાયબ થયેલો છોકરો પિન્કુ સિંહ ગયા અઠવાડિયે પોતાના ઘરે પહોંચ્યો તો પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા. તે જોગીના રૂપમાં હતો. પહેલા તેણે આખા ગામની પરિક્રમા કરી અને પછી પોતાના ઘરે પહોંચ્યો. ત્યારબાદ પરિવારજનો દ્વારા દિલ્હીમાં રહેતા પિતા અને સાવકી માતાને જાણકારી આપી તો એ લોકો પણ ઘરે આવી ગયા.

તેમણે પિન્કુના શરીર પર થયેલી ઇજાને જોઈને ઓળખી લીધો. દીકરાને જોગીના વેશમાં અને સારી રીતે જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. પરિવારજનો રડવા લાગ્યા. તેમણે પિન્કુને ઘર પર જ રોકાવા કહ્યું, પરંતુ તે ન માન્યો. પિન્કુ ભિક્ષા લઈને ત્યાંથી જતો રહ્યો. 22 વર્ષ બાદ જોગી બનીને ઘરે ફરેલા પિન્કુ સિંહે પરિવારજનો અને ગ્રામજનોને માર્મિક ગીત સંભળાવ્યું તો તેઓ રડવા લાગ્યા. વીડિયોમાં પિન્કુ સિંહની બાજુમાં બેસીને તેની ફોઇ ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. આસપાસ લોકોની ભીડ છે. ભાવુક કરી દેનારો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પરિવારજનોએ જણાવ્યું કે 11 વર્ષની ઉંમરમાં ગાયબ થયેલા પિન્કુની મુલાકાત દિલ્હીમાં કોઈ સાધુ સાથે થઈ ગઈ હતી. ત્યારબાદ તે એ લોકો સાથે સંન્યાસીનું જીવન વિતાવવા લાગ્યો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થયા બાદ તે પોતાના ઘરે ભિક્ષા લેવા પહોંચ્યો હતો. જોગી બનેલા પિન્કુની સાવકી માતાએ કહ્યું કે, પિન્કુ દિલ્હીથી ગાયબ થઈ ગયો હતો. એ સમયે તે રમી રહ્યો હતો. એક દિવસ અગાઉ મેં સેતાનીના કારણે થપ્પડ મારી દીધી હતી. પિતાએ પણ ફટકાર લગાવી હતી. ત્યારબાદ પિન્કુ ઘરથી જતો રહ્યો હતો. 22 વર્ષ બાદ મારો છોકરો અચાનક ઘરે આવ્યો. અમે બધા ખુશ છીએ. ઇજાથી ઓળખ થઈ. પરંતુ રોકવા પર તે રોકાયો નહીં.

તો પિન્કુની દાદી ઊર્મિલાએ કહ્યું કે, શરીરમાં બનેલી ઇજાના નિશાનથી છોકરાને ઓળખવામાં આવ્યો. અમારી પૌત્રએ પણ અમને ઓળખ લીધા. તેણે અમને બધાને ભજન સંભળાવ્યું, જેને સાંભળીને બધા રડવા લાગ્યા. તેને ખૂબ રોકવામાં આવ્યો, પરંતુ તે ન રોકાયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp