ચોરોનું કારનામું, પહેલા સુરંગ ખોદી પછી આખું રેલ એન્જિન ગાયબ કરી દીધું

PC: aajtak.in

બિહારમાં ચોરોએ એક એવું કાંડ કર્યું છે જે જાણીને તમારું મગજ બહેર મારી જશે. રોહતા,માં લોખંડના 500 ટન વજન ધરાવતા પુલની ચોરી પછી ચોરોએ બીજી એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ચોરોએ સુરંગ ખોદીને આખા રેલ એન્જિનને જ ગાયબ કરી દીધું છે. પોલીસના કહેવા મુજબ મુઝફ્ફરનગરની એક ભંગારની દુકાનમાં ટ્રેનની એન્જિનના જુદા જુદા પાર્ટસના કોથળા મળી આવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે.

પોલીસે કહ્યુ હતું કે, ગયા અઠવાડિયે એક ટોળકીએ બેગુસરાય જિલ્લા ના ગરહારા યાર્ડમાં સમારકામ માટે લાવવામાં આવેલી ટ્રેનનું આખું ડીઝલ એન્જિન ચોરી લીધું હતું. આ ટોળકીએ એક સમયે અમુક ભાગોની ચોરી કરીને આ હાંસલ કર્યું હતું. ખબર ત્યારે પડી જયારે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી અને તેમની માહિતીના આધારે, પ્રભાત કોલોની, મુઝફ્ફરપુરમાં એક ભંગારની દુકાનમાંથી એન્જિનના ભાગોના 13 બદામની કોથળાં મળી આવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે અમને યાર્ડની નજીક એક સુરંગ મળી, જેના માધ્યમથી ચોર આવતા અને એન્જિનના પાર્ટ્સની ચોરી કરતા અને તેને કોથળામાં ભરીને લઈ જતા. રેલવે અધિકારીઓ આ બાબતથી સાવ અજાણ હતા.

 તાજેતરમાં પૂર્ણિયા જિલ્લામાં જ્યાં ચોરોએ આખું વિન્ટેજ મીટરગેજ સ્ટીમ એન્જિન વેચી દીધું હતું જે સ્થાનિક રેલ્વે સ્ટેશન પર જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે સમસ્તીપુર ડિવિઝનના ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર દ્વારા જારી કરાયેલ બનાવટી પત્રના આધારે એક રેલવે એન્જિનિયરે ક્લાસિક સ્ટીમ એન્જિન વેચી દીધું હતું.

અન્ય એક ટોળકીએ બિહારના ઉત્તર પૂર્વી અરરિયા જિલ્લામાં સીતાધાર નદી પર એક લોખંડના પુલનું તાળું ખોલી નાંખ્યું હતું. આ પુલના મહત્ત્વના હિસ્સાઓ ગાયબ થઇ ગયા હોવાનું જણાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પુલની સુરક્ષા  માટે એક કોન્સ્ટેબલને બેસાડી દેવામાં આવ્યો છે.

અધિકારીએ કહ્યું કે અમે લોખંડના પુલના કેટલાક ભાગની ચોરી કરવા બદલ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.  આ વર્ષે એપ્રિલમાં લૂંટારુઓએ 45 વર્ષ જૂના લોખંડના પુલને દિવસ દરમિયાન તોડીને વેચી દીધા હતા, જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સામેલ હોવાનો આરોપ છે. બાદમાં પોલીસે આ કેસમાં વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ એન્જિનિયર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. તેના કબૂલાતના આધારે પોલીસે ભંગાર મટિરિયલ કબજે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp